________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
પોત-પોતાના શિષ્યોની સાથે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ નામના પોતાના બન્ને મોટા ભાઈઓ દીક્ષિત થઈ ગયાના સમાચાર સાંભળીને વાયુભૂતિ પણ પોતાના પાંચસો વિદ્યાર્થીઓને લઈને સમવસરણ તરફ ચાલી નીકળ્યા. પરંતુ ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિના મનમાં જે ક્ષોભ હતો; તે એમના અંતરમાં ન હતો. એટલું જ નહિ, પણ એમને તો મનમાં ને મનમાં પ્રસન્નતાનો અનુભવ થઈ રહયો હતો. તેઓ વિચારતા હતા કે: “ચાલો, સારું થયું. સર્વજ્ઞ પ્રભુના દર્શન અને સાન્નિધ્યનો જે સુન્દર અવસર આવી મળ્યો છે, એનાથી તો મારા હૃદયમાં વર્ષોથી છુપાયેલી શંકાનું પણ અવશ્ય સમાધાન થઈ જશે. અને હું પણ મારા વડીલ બધુઓની જેમ પ્રભુ મહાવીરદેવનો શિષ્ય બનીને જીવનને ધન્ય બનાવીશ.” નજદિક આવેલા વાયુભૂતિને પ્રભુએ કહયું “હે! વાયુભૂતિ ગૌતમ! વેદની જે
ચાના વાસ્તવિક અર્થને ને સમજી શકવાના કારણે તારા હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ છે, તે આ પ્રમાણે છે.
विज्ञानघन एवं तेभ्यो भूतेभ्यः समुत्थाय,
तान्येवानु विनश्यति, न प्रेत्यसंज्ञास्ति । તું આ વાક્યથી આમ સમજી બેઠો છે કે, પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલો જીવ પાછો એમાં જ વિલીન થઈ જાય છે. શરીર પણ એવું જ છે. આથી જ જે શરીર છે, એ જ જીવ છે. અને જે જીવ છે એ જ શરીર છે. જીવ અને શરીરમાં કોઈ ભેદ નથી, પરંતુ તે બન્ને અભિન્ન (એક જ) છે. " ત્યાત્તિ" અર્થાતું મર્યા પછી જીવ કે શરીર કોઈનું અસ્તિત્વ રહેતું નથી. બીજી બાજુ વેદમાં આ વાક્ય પણ આવે છે:
सत्येन लभ्यस्तपसा हयेष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुध्दो यं पश्यन्ति धीराः संयमात्मानः ॥ અર્થાત્ “ધીરજવાળા સંયમી પુરુષો આ આત્માને, જે નિત્ય પ્રકાશમય છે અને શુદ્ધ છે, તેને સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય દ્વારા પ્રાપ્ત કરી શકે છે. અને જુએ છે.” આ ઋચા દ્વારા સ્પષ્ટ જણાય છે કે આત્માનું શરીર કરતાં જુદું અસ્તિત્વ
“આ પરિસ્થિતિમાં વાસ્તવિકતા (હકીકત) શી છે? શરીરથી જીવને જુદો માનવો કે એક જ? આવો સન્ડેહ તારા મનમાં છુપાયેલો છે. બરાબર છે ને?”
જ
For Private And Personal Use Only