________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T
વાયુભૂતિએ કહયું “ધન્ય છે પ્રભુ! કોઈના કહયા વગર જ આપે મારા હૃદયમાં છુપાયેલી શંકાને જાણી લીધી. આ શંકાને દૂર કરવાની આપ કૃપા કરો. હું આપના શરણે આવેલો છું. મને પૂરો વિશ્વાસ છે કે આપ મને નિરાશ નહીં જ કરો.” મહાવીરદેવે કહયું ? વાયુભૂત્તિા વેદની એ ઋચામાં (વિનયન.) જે કહયું છે તે, જીવ અથવા શરીરના વિલીન થઈ જવાની વાત અંગે નથી કહયું, પરંતુ આત્માના પર્યાય તરીકે જે વસ્તુ સાપેક્ષ જ્ઞાન થાય છે, તેના જ ઉત્પત્તિ અને વિનાશ અંગે કહેવાયું છે. “જે વસ્તુ સામે આવે છે, તેનું આપણને જ્ઞાન થાય છે. પછી બીજી વસ્તુ સામે આવતાં જ તે બીજી વસ્તુનું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને પહેલી વસ્તુનું જ્ઞાન એ વસ્તુની સાથે જ વિલીન (દૂર) થઈ જાય છે. આત્મા કયારે ય વિલીન થતો નથી. કારણ કે બીજી વસ્તુનું જ્ઞાન આપણને એનાથી જ (આત્મા દ્વારા જ) થાય છે.). “મૃત્યુ થતાં આ શરીર પાંચ મહાભૂતોમાં મળી જાય છે; જીવ નહીં. એ જીવ તો આ ભવમાં કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ ભોગવવાને માટે નવો દેહ ધારણ કરે છે. આથી જ " નો નવો અને સાર” જીવ જુદી છે. અને શરીર પણ જુદું છે. બન્નેનું જુદું જુદું અસ્તિત્વ છે. શરીરરૂપી મહેલમાં જીવ નિવાસ કરે છે. જેમ મહેલમાં રહેનારો રાજા એ સ્વયં કાંઈ મહેલ નથી. રાજા અને મહેલ જુદા જુદા છે. એ જ રીતે શરીરમાં રહેનારો આત્મા પોતે જ કાંઈ શરીર નથી. તે તો શરીરથી જુદો છે. “મડદામાં લાશમાં) શરીર તો જેમનું તેમ જ હયાત છે. ૨ જુ જીવ નથી. આનાથી પણ બન્નેનું જુદાપણું સિદ્ધ થાય છે. “શુદ્ધ (અસંયુક્ત = સંયોગ વગરના) નામ વાળી વસ્તુ પણ અવશ્ય હોય છે. “જીવ’ અને ‘શરીર’ આ બન્ને અલગ-અલગ નામ છે. આથી જ આ શબ્દોના વાચ્યાર્થ (જીવ અને શરીર) નું પણ અલગ-અલગ અસ્તિત્વ અવશ્ય
“જીવતી અવસ્થામાં જે શરીર ચેષ્ટાવાળું છે, અને સડતું નથી. એ જ મડદું બની જતાં નિશ્ચષ્ટ બનીને સડવા લાગે છે. શરીરને ચેષ્ટવાળું રાખનાર અને સડવાથી બચવનાર આત્મા છે. દૂધમાં ઘીની જેમ શરીરમાં જીવ છે જેમ દૂધમાં ઘી અનુમાન દ્વારા જાણી શકાય છે. એ જ રીતે ચેષ્ટાવાળા શરીરમાં જીવ અનુમાન દ્વારા સમજી લેવું
૬૦
જ
For Private And Personal Use Only