________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતો જ. આથી પડતાંની સાથે જ સખત ઊંઘ આવી ગઈ. અને ત્યાર બાદ જે ઘટના બની એ તો આપણે પહેલાં જોઇ ગયા છીએ.
શ્રાવકની પેટી સ્ટેશનમાસ્તરના રુમમાંથી મળી ગઇ. તે એને આપી દેવામાં આવી. પેટી લઇને તે રાજી-ખુશીથી પોતાના ઘરે પહોંચ્યો. સ્ટેશનન છોડતાં પહેલાં એણે પેલા સજ્જન હરિજનને ઉચિત ઇનામ પણ આપ્યું; જેણે ખરે અવસરે આવીને પોતાનો જાન બચવ્યો... પોતાને નવું જીવન આપ્યું...! કહેવાનો આશય એ છે કે આપણે જેવું કર્મ કરીએ છીએ, તેવા જ શુભ કે અશુભ ફળને પામીએ છીએ.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'યા નીખ તથા ભમ્ |"
જેવું બીજ આપણે વાવીએ... તેવું જ ફળ આપણે પામીએ છીએ. બાવળના બી વાવીએ તો આંબાનું ફળ પ્રાપ્ત થતું નથી. ખરાબ કર્મનું સારું ફળ અને સારા કર્મનું ખરાબ ફળ કદાપિ ના મળે.
પ્રત્યેક પ્રાણી કાં તો સુખનો અનુભવ કરે છે; કાં તો દુઃખનો! સુખ શુભ (પુણ્ય) કર્મના ઉદયથી મળે છે. અને દુ:ખ અશુભ (પાપ) કર્મના ઉદયથી મળે છે. આથી જ જો સુખ અને દુઃખનું અસ્તિત્વ છે તો કર્મનું અસ્તિત્વ પણ છે જ. બીજી વાત એ છે કે જો કોઇ નામ (સંજ્ઞા) હોય તો તે નામવાળો પદાર્થ પણ અવશ્ય હોવાનો. “ક” એવો શબ્દ છે. તે અસંયુક્ત (સંયોગ વગરનું) શુદ્ધ પદ છે. નામ છે. તો કર્મ-પદ વાચ્ય અર્થ (“કર્મ” નામનું કોઈ તત્ત્વ) પણ અવશ્ય છે; એમ માનવું જોઇએ.
જેવો શ્રી અગ્નિભૂતિનો સંશય નિર્મૂળ થયો, કે તરત જ તેમણે પણ પ્રભુના ચરણોમાં આત્મસમર્પણ કરી દીધું. દીક્ષા લીધી. અને પ્રભુના શિષ્ય બની
ગયા.
અગ્નિભૂતિના પાંચસો વિદ્યાર્થીઓએ પણ તેમની સાથે જ પ્રવ્રજયા (દીક્ષા) લીધી. પ્રભુએ અગ્નિભૂતિને પણ “ત્રિપદી”નું જ્ઞાન આપ્યું. એ જ્ઞાન પામીને એમણે પણ કાંદશાંગીની રચના કરી.
අමෙර
૫૮
For Private And Personal Use Only