________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકના પુણ્યનો ઉદય હતો. એણે (પુણ્યોદયે) જ પડોસી હરિજનને પ્રેરિત કર્યો. તે તત્કાળ ઊઠીને વેટિંગરુમમાં પહોંચ્યો. શેઠને ઉઠાડીને એને ઇશારાથી બહાર બોલાવ્યો અને પૂછ્યું: “શેઠજી! તમે તમારા પ્રાણ બચાવવા ચાહો છો કે તમારું ધન?”
શેઠે કહયું: “હું તો પ્રાણ જ બચાવવા ચાહું ને! ધન તો હાથનો મેલ છે. જીવતો રહીશ તો ઘણું ય કમાઇ લઇશ. પરંતુ... તમે આ બધું કેમ પૂછી રહયા છો? વાત શું છે? જરા સાફ સાફ જણાવો.”
પેલા સજ્જન હિરજને કહયું: “શેઠજી! આ સ્ટેશનમાસ્તર અત્યંત દગાખોર છે. એણે મારા પડોસી હિરજનની સાથે મળીને તમારી હત્યા કરવાનું ષડ્યન્ત્ર રચ્યું છે. પેલો હિરજન છૂરીની ધાર તેજ બનાવીને દસ-પંદર મિનિટમાં જ અહીં આવવાનો છે. જો આપ આપનો પ્રાણ બચાવવા ચાહતા હો તો પેટી-બિસ્તરો અહીં જ છોડીને ચુપચાપ મારી સાથે મારા ઘરે ચાલો. અને રાત ત્યાં જ વીતાવજો.
“સવારે હું ગામના લોકોને ભેગા કરીને સ્ટેશનમાસ્તર પાસેથી આપની પેટી આપને પાછી અપાવી દઇશ. પરન્તુ આ સમયે અહીં રહેવામાં ખતરો છે. આપ ચાલો. ષડ્યન્ત્રની ગંધ આવી જતાં મારા અન્તરાત્માએ જ મને અ. Ü પાસે આવવાની પ્રેરણા આપી અને હું ચાલ્યો આવ્યો. સમજી લો કે તમારું ભાગ્ય સારું છે. અને તમારું આયુષ્ય લાંબુ છે.”
શ્રાવક એ સજ્જનની સાથે દબાતે પગલે એની ઝૂંપડીમાં ચાલ્યા આવ્યા. ફાટેલી-તૂટેલી જેવી પણ પથારી એના ઘરમાં હતી, તે પાથરી આપીને એના ઉપર શેઠને સૂવડાવી દીધા.
'
આ બાજુ સ્ટેશનમાસ્તરનો પુત્ર ગામમાં ભજવનારા એક નાટકને જોવા માટે પિતાજીની અનુમતિ લઇને, નાટક જોવા ગયો હતો. તે નાટક જોઇને પાછો પોતાની સાયકલ પર રાત્રે પાછો ફર્યો. એણે વિચાર્યું: · ઘરે જઇને માને જગાડવી, એના કરતાં વેટિંગરુમમાં જ સૂઇ જઇને રાત પસાર કરી દઉં! વેટિંગરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. ટોર્ચ (બેટરી) દ્વારા જોયું તો બિસ્તરો પણ લગાવેલો જ હતો.
તેણે વિચાર્યું: ‘પિતાજી પણ કેવા દયાળુ છે!! એમણે પહેલેથી જ મારા માટે અહીં બિસ્તરો લગાવીને તૈયાર રાખ્યો છે. જેથી નાટક જોઇને પાછા ફરતાં મને મોડું થઇ જાય તો અહીં જ આરામ કરી શકું.'
એણે સાયકલ વેટિંગરુમમાં રાખી અને બિસ્તરા ઉપર સૂઇ ગયો. થાકલો તો
૫૭
For Private And Personal Use Only