________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–
7,
ST
આ બધા કારણે તને કર્મના અસ્તિત્વ વિષે શંકા છે. આ હું ખરું કહું છે ને અગ્નિભૂતિ કહે: “હા! પ્રભુતમે તદ્દન સાચું કહો છો. વર્ષોથી મારા મનમાં કર્મ વિષે આ શંકા છુપાયેલી હતી. એને મેં આજ સુધી કોઈની સમક્ષ પ્રગટ કરી ન હતી. આપની સામે પણ તે વિષે હું કાંઈ બોલ્યો નથી. છતાં પણ તમે મારા મનની વાત જાણી ગયા... આપ ખરેખર ‘સર્વજ્ઞ' છો. તેથી કૃપા કરીને મારી શંકાનું આપ સમાધાન કરો...” પ્રભુ મહાવીર બોલ્યા: “હે અગ્નિભૂતિ ગૌતમ! 'પુરુષ ને સર્વ ૯ મૂર્તિ વજ માત્ર" આ વાક્યમાં કર્મનો કોઈ ઉલ્લેખ નથી. તેમ નિષેધ પણ નથી. વાસ્તવમાં આ વેદ-વાક્ય (પુરુષ) જીવની નિત્યતા (હંમેશા રહેનારાણા)નું પ્રતિપાદન કરે છે. જીવ જે "" (વર્તમાન) છે, એ જ "દૂત" (ભૂતકાળમાં પણ મૌજૂદ હતું, અને એ જ ''માવ્ય” (ભવિષ્યમાં પણ મોજૂદો રહેશે. એ (આત્મા) સદા રહેશે.
શ્લોક છે: जले विष्णुः स्थले विष्णुः,
વિષ્ણુ પર્વત-મહd / સર્વ-ભૂતન વિષ્ણુ ,
__ तस्माद् विष्णुमयं जगत् ॥ જળ, સ્થળ અને પર્વતના શિખર ઉપર વિષ્ણુ છે. સર્વ પ્રાણીઓમાં એ વ્યાપ્ત છે. આખું જગત વિષ્ણમય છે. આ શ્લોકમાં વિષ્ણુની પ્રશંસા છે. એમના મહિમાનું વર્ણન છે. પરંતુ વિષ્ણુ સિવાયની અન્ય વસ્તુઓનો નિષેધ નથી. નહિ તો અર્થાત જો આખું જગત વિષ્ણમય જ હોય તો “જલમાં વિષ્ણુ છે.” આવો વાક્ય – પ્રયોગ પણ થઈ ન શકે. એના બદલે “
વિષ્ણુમાં વિષ્ણુ છે.” એમ કહેવું પડે! કવિ અને ભક્ત જયારે કોઈની પ્રશંસા કરે છે ત્યારે “અતિશયોક્તિ અલંકારથી બચી શકતા નથી. હવે બીજી વાત છે. અમૂર્તના મૂર્તિ સાથેના સંયોગની. તો એ તો આ જગતમાં પ્રત્યક્ષપણે ઘણીવાર જોવા મળે છે. અમૂર્ત આકાશ સાથે મૂર્ત વાદળાનો સંયોગ થાય છે કે નહિ? મૂર્તિ મદિરા અમૂર્ત જીવને ઉન્મત્ત બનાવે છે કે નહિ? એટલે કેવળ સંયોગની વાત તો દૂર રહી... પરંતુ અમૂર્તને મૂર્ત પ્રભાવિત પણ કરે છે. શરીર પણ મૂર્ત છે. જે સ્વસ્થ હોય તો આત્માને પ્રસન્ન કરી મૂકે છે અને બિમાર હોય
For Private And Personal Use Only