________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો આત્માને ઉદાસ કરી નાંખે છે. જેવી રીતે હું તમારી અરૂપી શંકાને જાણી ગયો એ જ રીતે સર્વ જીવોના કર્મોને પણ હું જાણું છું. સુખ-દુ:ખની અનુભૂતિ તો તને પણ થાય છે ને? એ જ પ્રત્યક્ષ કર્મ-ફળ છે. જો કે આત્માનું સ્વરૂપ નિર્મળ છે. છતાં રાગ, દ્વેષ, વિષય, કષાય, પ્રમાદ વગેરે દોષોના નિમિત્તથી વિવિધ કર્મોનું ઉપાર્જન કરીને જીવ એનું શુભ કે અશુભ ફળ ભોગવવા સંસારની ચોર્યાસી લાખ યોનિમાં ભટકતો રહે છે. પ્રત્યેક કાર્યનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે, જે વિષે તમારા શાસ્ત્રમાં લખ્યું છે: "નાર"ાં ભવે ,
नाऽन्यकारण-कारणम् । अन्यथा न व्यवस्था स्वात्,
ાર્યશરાયોઃ વવા /" કારણ વગર કોઈ કાર્ય થતું નથી (જેમકે માટી વગર ઘડો બનતો નથી.) બીજા કારણથી પણ કાર્ય થતું નથી. (પાણીને વલોવવાથી ઘી મળતું નથી.) કાર્ય અને કારણની આ વ્યવસ્થા ઉલટી પણ થઈ શકતી નથી. અથતું પહેલા કાર્ય થઈ જાય અને પછી એનું કારણ આવે, એવું કદી બનતું નથી. (ઘીમાંથી માખણ, માખણમાંથી દહીં, દહીમાંથી દૂધ અને દૂધમાંથી છાસ બની શકતું નથી.) સંસારમાં કોઈ રાજા છે, તો કોઈ રક! કોઈ સ્વામી છે, તો કોઈ દાસ! કોઈ સ્વસ્થ (નીરોગી) હોય છે, તો કોઈ બિમાર! કોઈ બાળક હોય છે, તો કોઈ વૃદ્ધી કોઈ પુરુષ છે, તો કોઈ સ્ત્રી! કોઈ સર્વાગ સુન્દર હોય છે, તો કોઈ અપંગ લૂલા-લંગડા-આંધળા-કાણો-કૂબડો...નકટો... બહેરો) કોઈ સુખી હોય છે, તો કોઈ દુ:ખી! કોઈ માલિક છે; તો કોઈ નોકર! કોઈ મહેલમાં રહે છે, તો તો કોઈ ઘાસની ઝૂંપડીમાં! આ તમામ જે વિષમતા જોવામાં આવે છે, એ એક કાર્ય છે, તો તેનું કોઈને કોઈ કારણ તો અવશ્ય હોવું જ જોઈએ. જે આ ભિન્નતા અથવા વિષમતાનું કારણ છે, એનું જ નામ છે. કર્મ આથી જ કર્મનું અસ્તિત્વ છે. પ્રભુની સાર ગર્ભિત વાણી સાંભળીને અગ્નિભૂતિના મનનો સંશય દૂર થઈ ગયો. શુભ કર્મ (પુણ્ય) ના ઉદયથી કયા પ્રકારની અનુકૂળતાઓ પેદા થાય છે, એ અંગે એક લૌકિક દ્રષ્ટાંત જણાવું છું.
४८
For Private And Personal Use Only