________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સિદ્ધાન્ત દ્વારા પરસ્પર વિરોધી એવી બાબતોનો પણ સમન્વય સાધી શકાય
છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વજ્ઞ હોવા છતાં પ્રભુએ એમ ન કહયું કે: ‘હું સર્વજ્ઞ છું. એટલે મારી વાત માની લો.' સર્વજ્ઞ હોવાનું તલમાત્ર અભિમાન પણ તેમનામાં નહોતું. વેદોને એમણે ખોટા ન કહયા. પણ વેદના પદોનો જ વાસ્તવિક અર્થ સમજાવ્યો. તેઓએ કહયું: “હે ગૌતમ ઇન્દ્રભૂતિ! જેવી રીતે સામાન્ય મનુષ્ય પરમાણુને જાણતો નથી. પણ જ્ઞાની જાણે છે. એ જ રીતે આત્માને પણ એ જાણે છે.. તે બીજાને સમજાવવા માટે અનુમાન પ્રમાણનો પ્રયોગ કરે છે. "अस्ति आत्मा शुध्दपद वाच्यत्वात् घटवत् ॥ "
શુદ્ધ (અસંયુક્ત) પદ ‘ઘટ’ છે. તો તે ‘ઘટ’ પદથી વાચ્ય છે. ‘ઘટ’ અર્થ (વસ્તુ) પણ છે. એ જ રીતે શુદ્ઘ (અસંયુક્ત) પદ 'આત્મા' છે. તો તે આત્મપદથી વાચ્ય છે. અર્થાત્ આત્મપદથી જાણી શકાય તેવો અર્થ ‘આત્મા છે. "विज्ञानघन एवैभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति "
આ વેદવાક્યનો આશય આ છે કે જીવને ઘટ-પટ વગેરે વસ્તુઓ જોવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે; તે જ્ઞાન ઘટ-પટાદિ વસ્તુઓ દૂર થતાંની સાથે જ ચાલ્યું જાય છે. 'ન પ્રેત્ય સંજ્ઞાતિ' જે પહેલાની જ્ઞાન સંજ્ઞા હતી,તે હવે નથી રહી. ઘટનું જ્ઞાન ઘટ પૂરતું જ રહે છે. પટના જ્ઞાનમા ઘટ-જ્ઞાનનો કોઇ ઉપયોગ નથી. ઘટને જોયા બાદ પટ (વસ્ત્ર) સામે આવ્યો તો ઘટનું જ્ઞાન વિલીન થઇ ગયું. પટના જ્ઞાને એનું સ્થાન લઇ લીધું. આ જ રીતે પટ (વસ્ત્ર) પછી મુગુટ સામે આવી જાય તો પટનું જ્ઞાન વિલીન થઇ જાય છે. અને એના સ્થાને મુગુટનું જ્ઞાન પ્રગટ થઇ જાય છે. આત્મા સ્થિર છે. પરન્તુ વસ્તુ સાપેક્ષ જ્ઞાન અસ્થિર છે. (સ્થિર નથી.) પરિવર્તનશીલ છે. જ્ઞાન એ આત્માનો પર્યાય છે. જે સતત પરિવર્તન પામ્યા જ કરે છે.
-
જો "વિજ્ઞાનયન..." આ ઋચાનો અર્થ એવો કરવામાં આવે કે મૃત્યુ પછી આત્મા પંચ મહાભૂતોમાં વિલીન થઇ જાય છે... તો 'સાયુગરી સાષુર્મતિ' (સારા કાર્ય કરનારો પરલોકમાં સાધુ–સજ્જન થાય છે.) અને 'પાપારી પાપી મતિ' (પાપ-ખરાબ કામ કરનારો પરલોકમાં પાપી પાપી (દુષ્ટ) થાય છે) આ વૈદિક ઋચાઓની સંગતિ કેવી રીતે બેસશે?
જો મરી જતાં શરીરની સાથે સાથે આત્મા પણ નષ્ટ થઇ જતો હોય, તો પરલોકમાં “સાધુ” મગર “પાપી” તરીકે જન્મ કોણ લેશે? આ જ રીતે યજુર્વેદની પણ એક ઋચા છે... "ત્રયં ો લેત્તિ સ નીવઃ
"
૩૭
For Private And Personal Use Only