________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“દૂધ જેવી.” “દૂધ કેવું હોય છે?” બગલાની પાંખ જેવું” બગલો કેવો હોય છે?” જવાબ આપનાર માણસે પોતાનો હાથ વાંકો કરીને આંધળાને પોતાના હાથનો સ્પર્શ કરાવતા કહયું “જેની ગરદન આવી વાંકી હોય તેને બગલો કહે છે.” આંધળો ખુશ થતો બોલ્યોઃ “હવે હું સમજી ગયો કે લાઈટ આવી વાંકી હોય છે.” પેલો માણસ સમજી ગયો કે આને આ રીતે સમજાવવું બેકાર છે. તે એને ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટર એની આંખોનું ઓપરેશન કરી નાંખે છે.
ઓપરેશન સફળ થાય છે. જેવો એની આંખો પરનો પાટો દૂર થાય છે, એ દિખતો થઈ જાય છે, પછી એને પ્રકાશ વિષે સમજાવવાની જરૂર ખરી? પ્રકાશનો યથાર્થ પરિચય પામ્યા પછી, પ્રકાશ વિષેનો પ્રશ્ન જ શાન્ત થઈ જાય છે. એની જિજ્ઞાસા સદાને માટે શાન બની જાય છે. આ જ રીતે આત્મા વિષે શબ્દો દ્વારા ક્યારે ય સમજાવી શકાય નહિ. "शब्दजालं महारण्य
જિdબા રણ / શબ્દોની ભીડ ઘોર જંગલની જેમ શ્રોતાઓના ચિત્તને ભ્રમજાળમાં ફસાવી દે છે. આત્મા ના જિજ્ઞાસુ માટે શબ્દજાળ બહુ ખતરનાક છે. કોઈ પૂછે કે ઘીનો સ્વાદ કેવો હોય છે? તો કોઈ શબ્દોથી સમજાવી શકે? જવાબ એ જ હોઈ શકે કે તમે ચાખી જુઓ એટલે એનો સ્વાદ જાણી જશો. પછી એ વિષે કોઈને પૂછવું નહિ પડે. આત્માનો અનુભવ પણ સાધનાના માધ્યમથી સાધકે જાતે જ કરવો જો કે શબ્દો દ્વારા આત્માનો યથાર્થ પરિચય આપી શકાતો નથી. છતાં જયાં શબ્દોના લીધે સંશય ઊભો થયો છે ત્યાં એને શબ્દોના માધ્યમથી દૂર કરી શકાય. પ્રભુ મહાવીરદેવે આ જ કર્યું. શ્રી ઇન્દ્રભૂતિને વેદના પદોને લીધે આત્મા વિષે સૌંય ઉત્પન્ન થયો હતો. પ્રભુએ વેદનો તિરસ્કાર કર્યો નહિ. જો આપણી દ્રષ્ટિ સમ્યક્ હોય તો કોઈ ધર્મશાસ્ત્રનો અનાદર કરવાની જરૂર નથી. અનેકાન્તના
૩૬
*
15
For Private And Personal Use Only