________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વે ઉપાર્જેલા મારા સુયશનું કીર્તિનું હું રક્ષણ શી રીતે કરીશ? એક ખીલો મેળવવા માટે આખો મહેલ કોઈ તોડી નાખે ખરું? ‘દોરો પ્રાપ્ત કરવા માટે હાર કોઈ તોડી નાખે ખરું? એક ઠીકરું મેળવવા કોઈ કામકુમ્ભને તોડી નાંખે ખરું? ખૂબ મુશ્કેલીથી મેળવાય તેવા ચન્દનને, રાખ પ્રાપ્ત કરવા કોઈ સળગાવી નાંખે ખરું? લોખંડનો ટુકડો મેળવવા માટે કોઈ મધદરિયે નાવને તોડી નાખે ખરું? કોઈ આવું મૂર્ખતા ભરેલું કાર્ય કરતું નથી, પરંતુ તીર્થકર મહાવીરને જીતવા માટેના પ્રયાસમાં મેં અહીં આવીને એવી જ મૂર્ખતા કરી છે, જેની ઉપરના ઉદાહરણોમાં વર્ણવવામાં આવી છે. પરંતુ આગળ વધવાના બદલે જો હું અહીં જ ઊભો રહીશ તો મારો શિષ્ય-સમુદાય સમજશે કે પરાજયના ભયને કારણે હું આગળ વધતો નથી. એટલે મારે તો કોઈ પણ સંજોગોમાં આગળ જ વધવું પડશે. અને... કદાચ હું એમને ચર્ચામાં હરાવી શક્યો તો સર્વત્રને જીતવા બદલ મારી કીર્તિને ચાર ચાંદ લાગી જશે. આ દેવો પણ મારો સત્કાર કરવા મંડી પડશે. મને વન્દન કરશે. ફરીથી હું સન્માનના સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી જઈશ!! ખરેખર “વિશ્વવિજેતા બની જઈશ! આ રીતે સુન્દર યશ મેળવવાના પ્રલોભને ઇન્દ્રભૂતિના મનમાં આશાનો સંચાર થયો. ચરણોમાં ગતિ (વેગ) આવી. ફળસ્વરૂપ ઈન્દ્રભૂતિ આગળ વધવા લાગ્યા. આ બાજુ ઈન્દ્રભૂતિને નજદીક આવતાં જોઈને પ્રભુએ તેના નામ અને ગોત્રપૂર્વક ઉચ્ચારણ કરતાં મધુર સ્વરે કહયું: “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! પધારો. કુશળ તો છો ને?” ગૌતમ એ ઈન્દ્રભૂતિનું ગૌત્ર હતું. પ્રભુ મહાવીરદેવ સાથેની તેમની આ પ્રથમ જ મુલાકાત હતી. તેથી તે વિચારમાં પડી ગયો: “અરે! પૂર્વના પરિચય વગર આ મહાવીર મારું નામ ગોત્રસહિત કેવી રીતે જાણી ગયા હશે?” પણ આ આશ્ચર્ય ક્ષણભર જ રહયું. કારણ કે તુરત જ પાછો એમને વિચાર આવ્યો કે: “મારું નામ તો આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. સૂર્યને આ જગતમાં કોણ ને ઓળખે? અને જે રીતે મધુર સ્વરે ગોત્રસહિત મારું નામ બોલી મારું સ્વાગત કર્યું છે. તે તો ફક્ત મને પ્રભાવિત કરવા માટે જ છે. આ વાત હું સમજુ નહિ એટલો અબોધ થોડો જ છું. આવી સાધારણ વાત ઉપરથી કોણ પણ કોઈને સર્વજ્ઞ શી રીતે માની લે?
૧૫
For Private And Personal Use Only