________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
શ્રી ઇન્દ્રભૂતિ સમવસરણમાં પહોંચતા જ આવી દિવ્ય આનન્દ-અનુભૂતિને કરવા લાગ્યા. અને મનમાં ને મનમાં સમજી પણ ગયા કે આ તો સર્વગુણથી મંડિત તીર્થંકરદેવ જ છે; જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં આ રીતે કરવામાં આવ્યો છે:
“શ્રીૠષમાદ્દિવર્ધમાનાન્તા વિનાઃ ચતુર્વિતિતીર્થંવાળાં શરનું પ્રપદ્યે ॥ વગેરે.
આ જ રીતે વેદોમાં શ્રી શાંતિનાથ અને અરિહંત અરિષ્ટનેમિના મન્ત્રો પણ જોવા મળે છે. ‘ઇસ્ટ એન્ડ વેસ્ટ' નામના પોતાના વિશ્વવિખ્યાત ગ્રન્થમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. રાધાકૃષ્ણને લખ્યું છે કે, “જૈન દર્શન એટલું પ્રાચીન છે; જેટલું વેદાન્ત દર્શન જૈન ધર્મ પણ વૈદક ધર્મ જેટલો જ પ્રાચીન છે.”
સર્વજ્ઞ પ્રભુ મહાવીરના દર્શન કરીને ઇન્દ્રભૂતિ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે: ‘અહીં હું કયાં આવી ચઢયો? વાદમાં આમને હરાવવા એ તો મારા માટે સાવ અસંભવ બાબત છે.
“હવે હું શું કરું? જો પાછો ફરીશ તો લોકો કહેશે કે હારના ડરથી ભાગી છૂટયો! શિષ્યો ઉપર પણ એની ખરાબ અસર પડશે. અને વાદ કરવા માટે આગળ વધીશ તો પરાજય ભોગવવો પડશે. અને એથી આ જીવનમાં અનેક વાદીઓને જીતીને જે સુયશ મેં પ્રાપ્ત કર્યો છે. એ ધૂળમાં મળી જશે. ‘હવે હું મારા મહત્ત્વની રક્ષા શી રીતે કરીશ? આ જ એક મોટો પ્રશ્ન છે!
कथं मया महत्त्वं मे,
रक्षणीयं पुरार्जितम् ।
प्रासादं कीलिकातो
भक्तुं को नाम वांछति ?
सूत्रार्थी पुरुषो हार,
कस्त्रोटपितुमीहते?
कः कामकलशस्यांशं
स्फोटयेत् ठिक्करी कृते? भस्मने चन्दनं को वा
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दहेद दुष्प्राप्यमप्यथ?
लोहार्थी को महाम्ौधौ
नौम कर्तुमिच्छति ?
૧૪
For Private And Personal Use Only