________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંકારનું ભૂત ઇન્દ્રભૂતિના માથે ફરીથી સવાર થઈ ગયું! અહંકાર વ્યક્તિને આંધળો બનાવી દે છે. પોતાના લક્ષ્યથી દૂર ઘસડી જાય છે. એ જ્ઞાનના પ્રકાશથી જીવને વચત બનાવી દે છે. જ્ઞાનના અભાવમાં કેવો સંઘર્ષ થાય છે, તે જોઈએ. આખે કહયું “હું જોવાનું કામ કરું છું. એટલે હું મોટી છું મારા વગર લોકો આંધળા” કહેવાય છે.” કાને કહયું: “હું સાંભળવાનું કામ કરું છું. એટલે હું મહાન છું. મારા વિના લોકો “બહેરા' કહેવાય છે.” નાકે બહયું “ટૂંઘવાનું કામ કરું છું. અને ચહેરાની શોભા પણ વધારું છું. એટલે હું મહાન છું. મારા વગરનો માણસ “નાકકટ્ટો કહેવાય છે.” જીભે કહયું: “બધી ઈન્દ્રિયો એક જ જાતનું કામ કરે છે. પણ હું તો બે પ્રકારના કામ કરું છું. સ્વાદ લેવાનું અને બોલવાનું. એટલે હું મહાન! મારા વગરના લોકો ગૂંગા' કહેવાય છે.” હાથે કહયું “સપ્લાય અને સિગ્નેચર આ બે કામ અમે પણ કરીએ છીએ. એટલે અમે મહાન છીએ. અમારા વગર લોકો “લૂલા' કહેવાય છે.” પગે કહયું: “શરીર રૂપી આટલી મોટી બિલ્ડીંગને અમે જ સંભાળીએ છીએ. અમે હડતાલ ઉપર ઉતરી જઈએ તો બધું કામ અટકી જાય. અમારે લીધે જ આ બિલ્ડીંગ એક સ્થાનેથી બીજા સ્થાને આવ-જા કરી શકે છે. અમારામાંથી એક પણ તૂટી જાય તો લોકો લંગડા’ કહેવાય છે. પેટે કહયું “હું ભોજન પચાવીને એનો સાર ગ્રહણ કરું છું અને સાર વગરના અંશો બહાર કાઢી નાખું છું. પ્રત્યેક અંગને શક્તિ પહોંચાડું છું. એટલે જ હું સૌથી મહાન છું.” જો હું હડતાળ ઉપર ઉતરી જાઉ તો આખું શરીર કમજોર બની જાય અને “બીમાર' કહેવાય.” આમ શેઠ આત્મારામની પેઢી ઉપર મેનેજીંગ ડાયરેકટર બનવા માટે ભારે સંધર્ષ ચાલી રહયો હતો. અહંકારના ઉદયના કારણે સહુ પોત-પોતાની મોટાઈ હાંકી રહયા હતા. શેઠજી (આત્મા) એ સમયે સુષુપ્ત દશામાં હતા. ચેતન્ય (આત્મા)ની સુપુત દશામાં જ અહંકાર આવી રીતે તાંડવ-નૃત્ય કરવા માંડે છે. નહિ તો એની તાકાત નથી કે પોતાનું માથું ઊંચકી શકે!
૧૬
For Private And Personal Use Only