________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) રાગાત્મક મનોવૃત્તિ અનંત કાળથી લાગેલી છે. પણ અદ્યાપિપયત તેનાથી સત્ય આનંદ પ્રાપ્ત થયો નથી તે હવે સત્ય આનંદની આશા રાખવી તે વ્યર્થ છે. જે પોતે જ ઘડીમાં નવા કપાયના રંગને ધારણ કરે છે તેવી મનોવૃત્તિ પોતે આનંદરૂપ જ નથી, અને તેનાથી જે જે વસ્તુઓમાં આનંદ કપાય છે તે પણ સત્ય નથી. ત્યારે રાગાત્મક મનોવૃત્તિમાં રમવાથી કંઈ પણ સુખ મળનાર નથી એમ નિશ્ચય ધારણ કરવો.
રાગદ્વેગાત્મક મનને ભાવમન કહેવામાં આવે છે, અને તેનેજ વિક૯પ સંકલ્પવાળું મન કહેવામાં આવે છે, રાગદ્વેષરહિત મનને નિર્મલમાન કહેવામાં આવે છે. રાગદ્વેષામક મનોવૃત્તિને બહિમુખ મનોવૃત્તિ કહેવામાં આવે છે, અન્તર્મુખ મનોવૃત્તિ થતાં કર્મનો નાશ થાય છે, વિશે શું કહેવું ! સારાંશ કે, આત્મામાં મનને જોડી રાગને જીતી પરમાતમપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો.
રાગદ્વેષ રહિત થવા માટે જે જે ઉપાય બતાવ્યા છે તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરવો જોઈએ. મનની નિમૅલતા કરવા માટે દયાની પણ જરૂર છે, જેમ જેમ દયાપ્રતિ મનનું વલણ થાય છે તેમ તેમ કોધ હિંસાદિક દોષ મનમાંથી ક્ષય પામે છે. બાહ્ય ભાવમાં રાગ થાય છે અને તેમાં ઈષ્ટ અહંવ મનાય
છે તેનું ખરેખર કારણ અજ્ઞાન છે તે હવે જણાવે છે,
अज्ञानेन स्वयं जीवो, बाह्यभावेषु रज्यति । ज्ञानात्मा तु विवेकेन, जडेषु नैव रज्यति ॥ ३२ ॥
શબ્દાર્થ:–અજ્ઞાનવડે પોતે આત્મા બાદ્યપદાર્થોમાં રંગાય છે. અને જ્ઞાનાત્મા તો વિવેક બળથી જડમાં રાગથી રંગા નથી.
ભાવાર્થ:–અજ્ઞાનવડે જ જીવ બાહ્ય ભાવમાં રાગી બની રંગાય છે એમ તે સિદ્ધ કર્યું. અનંત કાળથી જીવ સંસારમાં ભમે છે તેનું કારણ ખરેખર અજ્ઞાન છે. જેમ કૂતરું હાડકાં ચુસી પોતાનું જ લોહી આસ્વાદી આનંદ માને છે અને હાડકાં ચૂસવા રાગ ધારણ કરે છે, તેમ સંસારમાં જીવો પણ અજ્ઞાનથી જ-પર-જવસ્તુઓમાં રાગથી રંગાય છે અને પ્રતિકૂળ વસ્તુ પર દ્વેષ ધારણ કરે છે. અહે ! અજ્ઞાનની કેટલી બધી પરિસી મા !! જે વસ્તુ પિતાની છે હેને પોતાની માનતો નથી અને જે વસ્તુ પીતાની નથી તેને પોતાની માને છે. અજ્ઞાની પશુ આત્મા “અજ્ઞાની કરશે કિશું રે શું લહેશે પુણ્યને પાપરે” ઈત્યાદિ વાક્યો જણાવે છે કે અજ્ઞાની જીવ મિથ્યાત્વી છે. અશાની છવ એશા પણુથી રાખ પ્રાપ્ત કરતો નથી. જે
For Private And Personal Use Only