________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(40)
નંત શક્તિયોનો પ્રકાશ કરી શકે છે, માટે રાણનો નાશ કરવા ઉદ્યમ કરવો. તેજ સંબંધ લેઈ કહેવામાં આવે છે કે રાગના હેતુઓનો ત્યાગ કરવો જોઇએ. રાગના હેતુએ પણ પ્રસંગ પાસી દ્વેષરૂપે પરિણમે છે, लोक रागस्य हेतवो ये ये, भजन्ते द्वेपहेतुताम् । સાનુકૂતિ, મનોવૃત્તિ પ્રમત્તઃ ॥ ર્ં૦ || रागरूपामनोवृत्ति, द्वेषरूपा तथैव च ।
रागद्वेषविनिर्मुक्तं, मनोमोक्षस्य कारणम् || ३१ ॥
શબ્દાર્થ: રાગના જે જે હેતુઓ છેતે દ્વેષના હેતુઓરૂપે પરિમે છે, તે ખરેખર સાનુકૂલ અને પ્રતિકૃલ મનોવૃત્તિના પ્રસંગથી છે.
મનોવૃત્તિ બે પ્રકારની છે, રાગરૂપ મનોવૃત્તિ અને દ્વેષરૂપ મનોવૃત્તિ. રાગ અને દ્વેષથી રહિત મનોવૃત્તિ મોક્ષનું કારણ બને છે.
ભાવાર્થ:—રાગનાં કારણો જેટલાં છે તેટલાંજ પ્રસંગને પામી દ્વેષનાં કારણો બને છે. સ્ત્રી વગેરે મનની સાનુકૂલ વૃત્તિથી રાગનાં કારણો બને છે. તેજ સ્ત્રી જો પતિનું કશું ન માને તો તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે, જે પિતાના ખોળામાં બેસનાર પુત્રપર પિતાનો અત્યંત રાગ હોય છે, તે પિતા રાગના યોગે પુત્ર માંદો પડે છે તો મહાદુ:ખી થાય છે, પુત્ર ઉપર અત્યંત રાગ ધારણ કરી તેને ભણાવે છે, પરણાવે છે, તેજ પુત્ર જો પિતાના વિચારોથી તથા આચારોથી વિરૂદ્ધ ચાલે છે તો પછી પિતાનો પુત્રપર અત્યંત દ્વેષ થાય છે. પિતા પોતે પુત્રને ઘરથી બાર કાઢે છે પુત્ર પણ પિતાનું પુરૂં કરવા ચૂકતો નથી. ક્યાં પરસ્પર અત્યંત રાગ અને ક્યાં પાછો પરસ્પર દ્વેષ ! અહો સાનુકૂળ વૃત્તિ હોય ત્યાંસુધી રાગ અને પ્રતિકૃળ વૃત્તિ થતાં દ્વેષ એવી, મનની સ્થિતિ અજ્ઞાનના યોગે વહ્યા કરે છે. બાલ્યાવસ્થામાં કાષ્ઠનાં રમકડાં ઉપર અત્યંત રાગ હોય છે, તેજ રમકડાં ઉપર યુવાવસ્થા થતાં રિચ રહેતી નથી. ખરેખર અવસ્થાભેદે તથા પ્રરાંગભેદે રમકડાં ઉપર રૂચિ તથા અરૂચિ કરનાર મનજ છે. જે મિત્રાપર અત્યંત રાગ હોય છે તેજ મિત્રો કોઈ વખત દ્વેષના હેતુઓરૂપે અને છે.
રાગકારક અને દ્વેષકારક માઘની વસ્તુઓ નથી પણ્ ખરેખર શોધ કરતાં માલુમ પડે છે કે, સાનુકૂલ અને પ્રતિકૃલ મનોવૃત્તિ તેજ કારણ છે. જો સાનુકૂલ અને પ્રતિકૂલ મનોવૃત્તિ ન થતી હોય ના રાગ અને દ્વેષ થાય નહીં. સાનુદૃળ અને પ્રતિકૃળ મનોવૃત્તિ થવાનું કારણ ફક્ત અજ્ઞાન અને મોહ છે.
For Private And Personal Use Only