________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે, તેમાં સ્ત્રી જે પ્રાર્થના ન માને તો તેના ઉપર દ્વેષ પ્રગટે તેમાં સ્ત્રીના શરીરને શો વાંક ? અલબત કંઈ નહિ. ફક્ત પુરૂષના મનમાં રાગ અને દ્વેષની કલ્પના ઉઠી તેમાં જ્ઞાનનો જ વાંક છે. પુરૂષ સ્ત્રીઓને દેખી કામઘેલા બની જાય, મહના પાશમાં રાપડાય અને ઘોર કર્મ કરે અને કહે કે, સ્ત્રીઓ નરકનું બારણું છે, તેમજ સ્ત્રીઓ પણ પુરૂષને દેખી મોહ કરે અને કામના વશમાં સપડાય અને કહે કે, પુરૂષોજ નરકનું બારણું છે. કારણ કે પુરૂષો ન હોત તો અમારી ખરાબ અવસ્થા થાત નહીં; હવે અત્ર ન્યાયથી વિચારીએ તો સત્ય જણાશે કે, પુરૂષોને સ્ત્રીઓ ઉપર મોહ થાય તેમાં પોતાના મનમાં ઉઠતા કામવિકારનજ દોષ છે. જે પોતાના મનમાંથી કામવિકાર કે જે પુરૂષવેદ તરીકે ગણાય છે, તે જે શાંત થયો તો અનેક સ્ત્રીઓથી પોતાનું કંઈ પણ ભંડું થવાનું નથી. તેમજ સ્ત્રીઓના મનમાં સ્ત્રીવેદરૂપ કામવિકાર થાય છે તે જે ન હોય તો પુરૂષોથી સ્ત્રીઓનું કંઈ પણ બગડવાનું નથી, બન્નેના મનમાં ઉત્પન્ન થતા કામવિકારનોજ દોષ છે, તેમાં અન્ય તે નિમિત્ત માત્ર છે, માટે તત્ત્વથી વિચારીએ તો માલુમ પડે છે કે બાહ્યવસ્તુઓ હકારક નથી પણ મનુષ્ય પતેજ મેહબુદ્ધિથી તેમાં રાગદ્વેષામક મોહને ધારણ કરે છે.
કારણ કે–મહીને બાહ્ય વસ્તુઓ મેહના હેતુભૂત થાય છે અને વૈરાગીને બાહ્યની વસ્તુઓ વૈરાગ્યના હેતુભૂત તરીકે પરિણમે છે, માટે જ આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, જ્ઞાનિને આશ્રવના હેતુઓ સંવરરૂપે પરિણમે છે અને અને જ્ઞાનીને સંવરના હેતુઓ આવ્યવરૂપે પરિણમે છે, તેમાં મનજ કારણ છે, રાગપામરૂપે પરિણમેલું મન જ સંસાર છે અને રાગદ્વેષથી રહિત થએલું મન મોક્ષકારક છે. જે બાહ્ય વસ્તુઓમાં ઇનિષ્ટપણું ન કલ્પાય તે રાગદ્વેષનો ઉત્પાદ થાય નહિ. અને રાજ્યના અભાવે આત્મા સમભાવમાં રમણતા કરી પરમાત્મ પદ પામે.
મોહબુદ્ધિથી બાહ્યવસ્તુ પર રાગ થાય છે અને દ્વેષ થાય છે. બાપદાર્થો છે પણ તે આત્મરૂપે નથી, તેમાં સુખ નથી, એમ જણાય તો બાહ્ય વસ્તુઓ ઉપર થતી બુદ્ધિનો નાશ થઈ શકે, સૂર્યને પ્રકાશ થતાં અંધફાર રહે નહીં તથા આત્યાજ્ઞાનનો ઉપયોગ છતાં મેહબુદ્ધિ રહે નહીં. આતમજ્ઞાનથી અનંત લાવનાં કરેલ કર્મનો ક્ષય થાય છે. સાત ધાતુની બને લા દેહરૂપ પિંજરમાં રહીને મહવાસનાનો નાશ કરી સ્વતંત્ર પરમાત્મા એનવું જોઈએ. મહારું હારું કરી મરી જવું ન જોઈએ. અનંતકાલથી મમતાના વશે આત્મા માયા પણું હવે તો આમાં પોતાનું સ્વરૂપ સમજ્યો તેથી મમતાના પાશમાં કેમ ફસાય. અલબત કદી ફસાય નહીં, જિનેશ્વરો એમજ કહે છે કે, મ્હારા હારાપણાને અધ્યાત ટળ્યો તો આમા પોતાની અ
ચી છે
For Private And Personal Use Only