________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
જેમ કોઈ મનુષ્યને કાષ્ઠની પેટીમાં ઘાલ્યો હોય અને તેહિર્ દેખાતો ન હોય, કોઈ પેટીને સારી કડ઼ે વા ખોટી કહે તેથી પેટીમાં રહેનારને સારી ખોટી અસર થતી નથી.પેટીને સારી ખોટી કહેવાથી કંઈ મનુષ્ય સારો ખોટો ગણાય નહીં. કદાપિ પેટીને દીધેલી ગાળોને અંદર રહેનાર પોતાના ઉપર માની લે તો તે જેમ બ્રાંત ગણાય છે તેમ આત્મા પણ શરીરરૂપ છેટીમાં રહ્યો છે. શરીરના ધર્મને આત્માના માની કોઈ અજ્ઞ સારૂં વા ખોટું કહે તો શરીરરૂપ પેટીમાં રહેનાર આત્માને પ્રિયાપ્રિયપણું ન માનવું જોઈએ; અને જે તે પ્રિયાપ્રિયપણું માને તો તેની ભૂલ ગણાય. ગાડીને ગાળ દેવાથી ગાડીવાળાએ દીલગીરી ન ધારણ કરવી જોઇએ. શબ્દો તો રૂપી છે, આત્મા તો અરૂપી છે, રૂપી એવા શબ્દોમાં પ્રિય અને અપ્રિયપણું બ્રાંતિથી મનાય છે, અર્થાત્ તે મનની કલ્પનાથી ઉઠેલું છે અને આત્મજ્ઞાનથી મનની કલ્પનાનો નાશ થાય છે. જિન્હાથી કોઈ પણ પદાર્થ ક્ષુધા લાગે ત્યારે ખાધા વિના છૂટકો થવાનો નથી. તેમજ તૃષા લાગે ત્યારે જલપાન કર્યાં વિના છૂ ટકો થવાનો નથી. તેમજ વાણીથી વદ્યા વિના છૂટકો થવાનો નથી, ત્યારે શું જિન્હાને વશ કરી કહી શકાય ? કેટલાક જિન્હાને વશ કરવા મૌનવ્રત ધારણ કરે છે, પણ વસ્તુતઃ વિચારતાં સર્વોત્તમ ઉપાય એજ છે કે જિન્હા ઇન્દ્રિયથી ખાતાં પીતાં તેમાં મનોદ્રારા પ્રિયત્વ અને અપ્રિયત્વની કલ્પના થાય છે તે છોડી દેવી. જિન્હા ઇન્દ્રિયદ્વારા મિષ્ટાન્ન ખવાય તો તેથી મનમાં ખુશ ન થવું તેમજ અન્ય પદાર્થો ખવાય તો નાખુશ ન થવું. ખવાતા પદાર્થોમાં મનોદ્વારા પ્રિયાપ્રિયની કલ્પના ન કરવી, એમ કરવાથી રસેન્દ્રિય છતાય છે. કેટલાક મનને જીત્યા વિના હઠથી સર્વ વસ્તુ ભેગી કરી ખાય છે તેથી શું તેઓ મનના પ્રિય અને અપ્રિય ભાવનો જય કરી શકશે ? ના કદી નહિ. વાણી એવી વઢવી કે જેથી અન્યનું કોઈ રીતે અહિત થાય નહીં. અશુભ વિચારથી ખોલેલી વાણી વસ્તુતઃ જૂડી છે માટે શુભ પરિણામથી વાણી બોલવી. રાગ અને દ્વેષ વિના સ્વાત્મહિતાર્થ ભાષા ઓલવાથી મન વશ થાય છે. બાહ્યનાં કાર્ય કરતાં છતાં પણ મનને આત્મસમ્મુખ કરવાથી મનની ચંચળતા ટળે છે. જલમાં કમળ રહેતાં છતાં પણ તેને જલનો લેપ લાગતો નથી અને નિર્લેપ રહે છે. તેમ આત્મા પણ પોતાના સ્વભાવમાં રમતો છતો આદ્યનાં કાર્ય કર્યા છતાં પણ લેપાતો નથી. જલકમલવત્ આત્માની નિર્લેપતા સિદ્ધ કરવામાં મનને આત્મસન્મુખ કરવું જોઇએ.
આત્માર્થસાધક બંધુઓએ પ્રથમ રામ્યક્ સાદ્રાઢરીયા આત્મજ્ઞાન મેળવવું. આહ્ય દૃશ્યમાં હું નથી એવી દૃઢ ભાવના કરવી. ખાદ્યવસ્તુમાં હું અને મ્હારૂં એવો પરિણામ ન ઉડે ત્યાંસુધી આત્મભાવના કરવી, આત્મભાવનાની રેપકવ દશામાટે દરરોજ એક બે કલાક એકાંત નિર્જન, ઉપદ્રવરહિત,
For Private And Personal Use Only