________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણીય યોગ્ય પ્રદેશમાં જવું, જવરહિત સ્થાનમાં હેઠલ કંબલ વગેરે પાથરી સમપણે બેસાય તેમ બેસવું. બેસીને પ્રાણાયામ, ગુરૂગમ પૂર્વક કરવા, છેવટે વીશ કેવલ કુંભક પ્રાણાયામ કરવા, પદ્માસન વા સિદ્ધાસને બેસવાની ટેવ ત્રણ કલાક પચૈતની પાડવી, પ્રાણાયામ કર્યાબાદ પ્રત્યાહારની ક્ષિા કરવી, મમત્વભાવનો ત્યાગ કરી આકાશની પેઠે નિર્મલ પોતાને આમાં ધારી સ્થિર દષ્ટિથી આકાશ વગેરે કોઈ પણ પદાર્થ ઉપર દષ્ટિ સ્થાપવી. નાભિકમલ વા બ્રહ્માસ્ત્ર તથા હૃદયકમળ વગેરે સ્થાનોમાં આત્માને અસંખ્ય પ્રદેશની ધારણા કરવી, આત્માજ ધ્યેય છે તેના શુદ્ધગુણોનું સ્વરૂપ વિચારવું. આત્માનું શુદ્ધધ્યાન ધરવું, સર્વ જડ વસ્તુઓના ધ્યાન મૂકીને આત્મધ્યાન ધરવું જોઈએ. આત્માની નિર્વિકલ્પદશામાં સમાધિનાં સુખ અનુભવવાં જોઈએ, મનની નિર્વિક
૫દશા થતાં આમા પોતાના સહજ ગુણનો પ્રકાશ કરે છે. ક્ષયોપશમભાવના ચારિત્રમાં આ પ્રમાણે ઉદ્યમ કરતાં કરતાં પ્રમાદશાનાં સુખ અનુભવી શકાય છે. મનને જીતવાના અનેક ઉપાયો કહ્યા છે. કોઈપણ માર્ગ અવલંબીને આત્માના સ્વરૂપમાં રમવું, અને સ્વસાધ્ય સિદિ કરવી. મનને વશ કરતાં જે વશ કરવાનું હતું ને વશ કર્યું સમજવું. ભિન્ન ભિન્ન રૂચિવાળા જીવો ગમે તે માર્ગે મનને જીતવા પ્રયત્ન કરે તો તે ઈષ્ટ છે. અસંખ્ય યોગથી મુક્તિ થાય છે એમ જિનેશ્વરભગવાન્ કહે છે. મનને વશ કરવાના ઉપાયો ભિન્ન ભિન્ન હોય તો પોતે જે ઉપાય આદર્યો હોય તેનાથી ભિન્નનું ખંડન કરવા પ્રયત્ન કરવો નહીં. જેટલાં શાસ્ત્રો છે તે સર્વનો સાર એ છે કે ગમે તેમ કરી મનના વિક૯પસંકલ્પને જીતવા. મન વશ થતાં યોગી અનેક સિદ્ધિયોના ચમકાર પ્રાપ્ત કરે છે. મને જય થતાં સંસારનાં સર્વ કાર્યની સમાપ્તિ થાય છે, મનુષ્યો એમ ધારે છે કે મનના કહ્યા પ્રમાણે વર્તવાથી સુખ મળે છે, પણ તેમ નથી. મનને જીતવાથી ખરાં સુખ મળે છે માટે પૂર્વોક્ત ઉપાયથી મન વશ કરવું.
આત્માનું સ્વરૂપ વિચારતાં ધ્યાવતાં મન વશ થાય છે
માટે ઉત્તર શ્લોકથી આત્મસ્વરૂપ ધયેય દર્શાવે છે.
ज्ञानदर्शनचारित्र, वीर्यानन्दनिकेतनः ।
आत्मारामः सदा ध्येयः सर्वशक्तिमयः सदा ॥ २७॥ શબ્દાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અને આનન્દનું સ્થાન, અને સદા સર્વશક્તિમય એવો આત્મા સદાકાલ ધ્યાન કરવા યોગ્ય છે.
ભાવાર્થ –આત્મા અનંત ગુણોનું ઘર છે.. સર્વ વસ્તુઓને જાણવાની
For Private And Personal Use Only