________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) ભાવાર્થ:—ચિત્તની ચંચળતા અનેક પ્રકારની બાહ્યોપાધિયોગતઃ કહે
વાય છે. હસ્તિકર્ણવત્ તથા વિદ્યુતાવત્ મનની ચંચળગતિ કોણ અનુભવતો નથી. એ તાદૃશ મન વશ કરવા માટે તપની પ્રરૂપણા કરી છે. જપ કરવાનું કારણ પણ તેજ છે, કારણ કે જપ કરવાથી અન્ય વસ્તુઓમાં મનના ગમનનો રોધ થાય છે. અર્થાત્ ઇષ્ટદેવ ગુરૂ આદિના જપમાં એકતાર થએલું મન અન્યની ચિંતા કરી શકતું નથી. જેમ સિંહ અને હસ્તિને હળવે હળવે યુક્તિથી વરા કરવામાં આવે છે તેમ મનને પણ શનૈઃ શનઃ યુક્તિથી વશ કરવું જોઇએ.
રાગદ્વેષ કરવો એ મનનો ધર્મ ( સ્વભાવ ) છે. રાગદ્વેષને જીતવા હોય તો મનમાં ઉડતી વિકલ્પ અને સંકલ્પની શ્રેણિઓને દાખવી, મનને જો જીતવું હોય તો મનમાં ઉઠતા શુભાશુભ વિચારોને તટસ્થ રહી તપાસવા, પશ્ચાત્ અશુભ વિચારોને આવતા અટકાવવા, શુભ વિચારોથી પણ મન રહિત થઈ આત્મસ્વરૂપમાં સ્થિર થઈ રહે તેમ પ્રવર્તવું.
પંચેન્દ્રિયોના વિષયોમાં મન પ્રવૃત્તિવાળું થાય છે તેમાં ખરૂં કા રણ તો મન છે કારણ કે પંચેન્દ્રિયો પણ મનના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જો મનમાં પ્રિયપણું તથા અપ્રિયપણું ન કલ્પાય તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ લુખી થઈ પડે, તેમજ પ્રિય અને અપ્રિય ભાવ વિના જો બાહ્યપ્રવૃત્તિ થાય તો આત્મા ઘણાં કર્મનો નાશ કરી શકે. સમજો કે ચક્ષુથી સુંદર સ્ત્રીઓ દેખાય, અશુભ પદાર્થો દેખાય, પણ તેમાં મનદ્વારા થતું પ્રિયપણું અને અપ્રિયપણું ઉડી ગયું તો ચક્ષુથી કર્મ બંધાતું નથી. ચક્ષુને દાબી દેવી, વા ચક્ષુને ફોડી નાખવાં એ કંઈ ચક્ષુ વશ કરવાનો ઉપાય નથી, પણ ચક્ષુથી સર્વ પદાર્થો દેખાતાં મનમાં પ્રિયપણું અને અપ્રિયપણું જો ન ઉઠે તો ચક્ષુ વશ કરી કહી શકાય. તેમજ કર્ણથી શુભાશુભ અનેક શબ્દો સંભળાય છે, કેટલાક શબ્દો પ્રિય લાગે છે અને કેટલાક શબ્દો અપ્રિય લાગે છે, શબ્દોને પ્રિય તથા અપ્રિય માનનાર મન છે. આત્મજ્ઞાન થતાં શબ્દોમાં થતું પ્રિયાપ્રિયપણું, ઉડી જતાં મન શાંત થાય છે તેથી કર્ણથી પ્રિયાપ્રિય શબ્દો સાંભ ળતાં છતાં પણ મન વશમાં રહે છે. પહેલાં વગડામાંથી જે હાથી પકડી લાવ્યા હોઇએ છીએ તેની પાસે બંદુક અગર તોપ ફોડતાં દોડદોડા કરી મૂકે છે; પણ બહુ અભ્યાસ થતાં તોપોના ભયંકર શબ્દથી હાથી ન્હાસી જતો નથી, તેમજ પ્રથમ અજ્ઞાનાવસ્થામાં મન, શબ્દ સાંભળી રાગદ્વેષના પ્રવાહમાં તણાતું જણાય છે, પણ શબ્દોની પ્રિયતા તથા અપ્રિયતાથી આત્મા ન્યારો છે. એમ જાણતાં કોઈ સારા કહે તો તેથી મન હર્ષ પામતું નથી અને કોઇ નઝારા શબ્દોથી બોલાવે તો દીલગીરી થતી નથી.
For Private And Personal Use Only