________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શી રીતે પ્રકટી શકે ? અલબત પ્રકટી શકે નહીં માટે આત્મધ્યાન તેજ સૉત્તમ ઉપાય છે. યોગિયો મન વશ કરવા અષ્ટાંગયોગની સાધના કરે છે, હઠયોગ અને રાજયોગથી મનને વશ કરવા પ્રયત્ન કરવો. રાજયોગની પ્રાસિમાં હઠયોગ નિમિત્તકારણ છે, હઠયોગની ક્રિયાઓ રાજયોગીને મન વશ કરવામાં સાહાત્મ્ય કરે છે, મનને મારતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. ક્ષણે ક્ષણે મન કંઇને કંઈ ચિતવ્યા કરે છે તે શું ચિંતવે છે તેનો પત્તો ઉપયોગ મૂકવાથી લાગે છે, ઉપયોગ મૂકીને મનનું ચિંતવન જોયા કરવું. નકામા વિચારો મન કરે છે તેથી મનની સ્થિતિ ઉન્મત્ત પુરૂષની પેઠે બગડી જાય છે, માટે આત્માના બળપૂર્વક મન વશ કરવા અત્યન્ત પ્રયન કરવો, જ્ઞાનિયો કહે છે કે, અંતે શુદ્ધ પ્રયત્નથી મન વશ થાય છે અને તેથી સંસારનો અંત આવે છે અનેક તીર્થંકરોએ મનને વશ કર્યું અને ભવિષ્યમાં પણ કરશે. મન વશમાં નહિ આવે એમ ચિંતવી હિમ્મત હારવી નહિ. ખરેખર મન વશમાં આવી શકે છે, મન વશ કરવામાં ઉત્સાહ અને ખંતની ખાસ જરૂર છે. તેમજ મન વશ કરવામાંજ હુને ખરૂં સુખ થનાર છે એવો નિશ્ચય થયો જોઇએ. મનને વશ કરવું તેજ ખાસ કર્તવ્ય છે એવો પરિપૂર્ણ નિશ્ચય થવો જોઇએ. માથા સાટે માલની પેંઠે સતત પ્રયાસ કરવાથી અંતે મનને વશ કરવામાં યોગ ફતેહમંદ નીવડે છે, મનમાં થતા વિકલ્પ અને સંકલ્પોને એક પછી એક દૂર હઠાવવા જોઇએ. મનને આત્મસ્વરૂપના ધ્યાનમાંજ રોકતાં આર્તધ્યાન અને રાદ્રધ્યાનનો નાશ થાય છે. ખરેખર આત્મધ્યાનથીજ વસ્તુતઃ મનના વિકલ્પ અને સંકલ્પો ગે છે, આત્મધ્યાનથી ઘાતીકમનો નાશ થાય છે અને બારમા ગુણસ્થાનકના અંતે કેવલજ્ઞાન પ્રગટે છે, આવું સર્વોત્તમ આત્મધ્યાનનું અવલંબન કરવું જોઇએ. આત્મધ્યાનથી મન વશ થાય છે એ ખરેખર અનુભવની વાત છે. ક્ષયોપશમજ્ઞાનથી જે ધ્યાન કરાય છે. તેનો ઉપયોગ સતત રાખવો જોઇએ. આત્મધ્યાનસંતતિથી અંતે પરમાત્મસુખની પ્રાપ્તિ થાય છે. હું મન વશ થાય તેમાં તો શું કહેવું ? મનને વશ કરવાને પ્રમાણે ધ્યાન મુખ્ય હેતુ છે એમ જણાવી હવે મન વશ ફરવા માટે સર્વ ઉપાયા સિક્રાંતામાં દર્શાવ્યા છે તેમ પ્રતિપાન કરે છે.
જોઃ
चित्ते वशीकृते सर्वं विजानीयाद्वशीकृतम् । वशीकरणाय चित्तस्य, सर्वोपायाः प्रजल्पिताः ।। २६ ।। શઢાર્થ:—ચિત્ત વશ કર્યોથી સર્વે વશ કર્યું એમ જાણવું. શાસ્ત્રમાં તપ જપ આદિ સર્વ ઉપાયો કહ્યા છે તે ખરેખર મન વશ કરવા માટેજ જાણવા,
યો. ૬
For Private And Personal Use Only