________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
છે, આવો પ્રસંગ સદાકાળ રહેવો મુશ્કેલ છે. કેટલાક મનુષ્યો મનની સ્થિરત્તાને માટે પોકારો કરે છે, મનને વશ કરવું એમ બુમો પાડ્યા કરે છે, પણ જ્યાંસુધી શુદ્ધસ્વરૂપમાં મનને રમાવ્યું નથી ત્યાંસુધી મનની સ્થિરતા નથી. મનનો એવો સ્વભાવ છે કે તેને કંઈક ને કંઈક વિચારવું જોઇએ. મનને શુદ્ધસ્વરૂપમાં રમાવતાં તે આત્માના ઉપયોગમાં ભળે છે અને તેથી ખાદ્યવસ્તુઓનું ભાન ભૂલી જાય છે, આત્માનું શુદ્ધસ્વરૂપ સ્થિર છે, શુ સ્વરૂપની સ્થિરતાના સંગે મન પણ સ્થિર થાય છે, શુદ્ધસ્વરૂપમાં વિકલ્પસંકલ્પ નથી, તેથી વિકલ્પસંકલ્પ ટળતાં આત્મા પોતાની સહજાનંદદશાનો અનુભવ લેઇ શકે છે. જડ વા ચેતન સર્વે પદાર્થો પોતપોતાના સ્વરૂપે રહ્યા છે. જડ પદાર્થ છે તે ચેતન થતા નથી અને આત્માઓ કદી જડ થવાના નથી, ચેતનના સ્વભાવે ચેતનમાં સુખ છે. આમ શુ ઉપયોગ થતાં સમભાવરૂપ
અનુભવપ્રકાશ ખીલે છે.
તે સમયે આત્મા બીજના ચંદ્રમાની પેઠે ખીલ્યા ગણાય છે તે જણાવે છે, श्लोकौ
साम्यामृतप्रसादेन, जीवन्मुक्तोऽभिधीयते । સભ્યપદ મુળસ્થાને, સાપેક્ષાતો ઘટત સઃ ॥ ૨૩ ।। शुक्रेन परिणामेन, साम्यानन्दो विवर्द्धते ।
ध्याता सम्यग् विजानाति, ध्यानं हि ज्ञानयोगतः ॥ २४ ॥ શબ્દાર્થ:—સમભાવરૂપ અમૃતના પ્રસાદવડે જીવન્મુક્ત કહેવાય છે અને તે જીવન્મુક્ત, અપેક્ષાથી સમ્યગ્દષ્ટિ ગુણસ્થાને ઘટે છે. શુકલરણામવડે સમતારૂપ આનંદ વૃદ્ધિ પામે છે અને ધ્યાતા, જ્ઞાનયોગવડે સમ્યકૃધ્ધાનને સારી રીતે જાણે છે.
ભાવાર્થ:—સમભાવરૂપ અમૃત પ્રસાદવડે આત્મા જીવન્મુક્ત ગણાય છે. જીવતાં પણ જાણે મૂકાયલા હોય એવા સિદ્ધનાં સુખનો અનુભવ લેનાર આત્માને અપેક્ષાએ જીવન્મુક્ત કહેવામાં આવે છે, ખરૂં જીવન્મુક્તપણું તો તેરમા ગુણસ્થાનકમાં સયોગી કેવલીને ઘટે છે પણ્ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકમાં પણ આવું જીવન્મુક્તપણું ઘટી શકે છે. ચોથા ગુણસ્થાનકમાં પણ ભેદજ્ઞાનથી જડ અને ચેતનનો ભિન્ન ભિન્ન સાક્ષાત્કાર પરોક્ષ પ્રમાણથી થાય છે, તેથી ત્યાં પણ સામ્યામૃતનો લેશ ઉપરના ગુણૢસ્થાનકની અપેક્ષાએ ઘટે છે. આત્માના પોતાના શુદ્ધસ્વરૂપનેજ સત્ય ધન માને છે, આત્મા તેજ પરમાત્મા છે એમ નિશ્ચય કરે છે, આત્મા વિના જડમાં કદી સુખ નથી
For Private And Personal Use Only