________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
સમજવું જોઇએ કે, બાહ્યપદાર્થો ક્ષણિક છે, હ્યપદાથાથી કદી સુખ થવાનું નથી, ખાદ્યપદાર્થો પોતાના કદી થવાના નથી, ત્યારે ખાદ્યપદાર્થોમાં કેમ લોભાવું બ્લેઇએ ? આ પ્રમાણે વિચાર કરતાં વાસનાનો નાશ થાય છે. બાહ્યપદાર્થો મળતાં હર્ષ થતો નથી તેમજ ખાદ્યપદાર્થો જતાં શોક થતો નથી. હર્ષ અને શોકવનાની આત્માની દશાને સમભાવદશા કહે છે; આવી દશામાં જે કંઇ બાહ્યકાર્યો કરવામાં આવે છે તો તેથી આત્મા બંધાતો નથી. પૂર્વકર્મના ઉદયે જે જે કાર્યો કરવાં પડે છે, જે જે કા ભોગવવાં પડે છે તે તે સર્વ ઉદાસીનપરિણામે કરવાં તથા ભોગવવાં પડે છે, તેથી વિકલ્પસંકલ્પ નવા ઉડતા નથી, અર્થાત્ આર્તધ્યાન તથા રોદ્રધ્યાન થતું નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં આત્મા રહે છે. આવી દશા પામીને જ્ઞાની મુનિવર નિર્વિકલ્પદશાનાં સુખ અનુભવ છે. જે આનંદ ભોગવે છે તે સહનંદ છે. જ્ઞાની મુનિઓ નિર્વિકલ્પદશાનાં સુખ ભોગવતાં ગયો કાળ પણ જાણતા નથી.
જ્ઞાની આવી નિર્વિકલ્પદ્મશાના અધિકારી થઈ સમદશામાં સદાકાલ ઝીલે છે તે લક્ષણસહુ ભૂતાવે છે. જોશ मनः स्थैर्य समापद्य, दत्तलक्ष्योपयोगकः ।
મત્રે મુત્તો સમવાય, સ્વાતે સમતામૃતમ્ ॥ ૨૨ ॥ રદાર્થ:—આત્માના શુદ્ધસ્વરૂપ લક્ષ્યમાં દીધો છે ઉપયોગ જેણે અવો મુનિવર મનની સ્થિરતા પ્રાપ્ત કરીને ભવ અને મુક્તિમાં સમપણે રહીને સમતારૂપ અમૃતને ચાખે છે.
ભાવાર્થ:—આત્માના અસંખ્યાત પ્રદેશો છે. એક પ્રદેશમાં અનંત જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણો રહ્યા છે. નિશ્ચયનયથી વિચારતાં સિહના આત્માઓ સમાન સર્વના આત્મા શુદ્ધ છે. આત્માના શુદ્ધસ્વરૂપમાં ઉપયોગ દેતાં મનની સ્થિરતા થાય છે, અને મનની સ્થિરતા થતાં સમભાવદશા પ્રગટે છે, રાગદ્વેષની પરિણતિનો નાશ થાય છે. મનની સ્થિરતા થતાં રાગ અને દ્રુપ પ્રગટી શકતો નથી, તે વખતે કોઇ વસ્તુ ઉપર રાગ કે દ્વેષ થતો નથી કોઇ વસ્તુ પ્રિય કે અપ્રિય લાગતી નથી, કોઈ વસ્તુ હેય કે આંદ્રેય લાગતી નથી. મુક્તિ અને સંસાર ઉપર પણ સમભાવ આવે છે. આવી નિર્વિકલ્પઢશામાં અનંતસુખની ખુમારી આત્મા સારી રીતે ભોગવ છે. આમાના સ્વરૂપમાંજ મન ર્માવવાથી મન થાકી જાય છે, બાહ્યમાં જતાં ક્ષણે ક્ષણ ઉપયોગ ઈ શુલક્ષ્યમાંજ ર્માવવામાં આવવાથી મન સ્થિર થાય છૅ, આ બાબતનો અનુભવ આવે છે, અનુભવથી તેની સિદ્ધતા ભાસી
For Private And Personal Use Only