________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ચારિન પામીને જીવો પરમાત્મસુખ પામે છે, માટે ભાવચારિત્ર પ્રાપ્ત કરવી પ્રયત્ન કરી જોઈએ. પરમાત્મસુખ તે ખરેખર સુખ છે, આ સભૂતાનંદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કે મુનિવર આવો અપૂર્વ આનંદ પામે છે તે જણાવે છે,
ર संत्यक्तसर्वसंकल्पो, निर्विकल्पसमाधिताम् । संमाप्य तात्त्विकानन्द, मश्नुते संयतः स्वयम् ।। २१ ॥
શબ્દાર્થ: જેણે સર્વ સંક૯પીનો ત્યાગ કર્યો છે અને મુનિવર પોત નિર્વિકલ્પ સમાધિ પામીને સહજાનન્દને પામે છે.
ભાવાર્થ-જ્યાંસુધી સંકલ્પવિકલ્પવાળું મન છે ત્યાં સુધી મનમાં શાંતિ થતી નથી, અને જ્યાં સુધી મન બાહ્ય પદાર્થોમાં આસક્ત રહે છે ત્યાં સુધી વિકલપ સંક૯પ પ્રગટ્યા વિના રહેતા નથી. જે જે ક્ષણે મન વિક ૮૫સંક૯પમય હોય છે તે તે ક્ષણે આત્માનો ઉપયોગ રહેતો નથી, અને આત્માના ઉપયોગ વિના સહજાનંદને ગંધ પણ આવતો નથી. હું અને
હારે એવો અધ્યાસ જયાં સુધી છે ત્યાં સુધી મનની સ્થિરતા થતી નથી. સ્થિરતા વિનાના ચંચળ મનમાં આત્માના આનંદનો પ્રકાશ થઈ શકે નહીં. જો બાહ્યસુખમાં નિશ્ચય બુદ્ધિ છે તો આત્માના આનંદનું સ્વમ પણ આવનાર નથી, અને જે આત્માના આનંદમાં નિશ્ચય બુદિ છે, તો જરૂર આત્માનો આનદ તમે લેઈ શકશો. જ્યારે દુનિયાદારીનો કોઈ પણ સંકલ્પ મનમાં કુરે નહીં ત્યારે આત્માનો આનંદ સહજે પ્રગટી શકશે.
મનની એવી ચંચળ દશા છે કે તે જ્યારે ત્યારે કંઈનો કંઈ સંકટ કર્યા કરે છે. મનની સંક૯પદશા ટાળવા માટે ખાસ ઉદ્યમ કરવાની જરૂર છે. આતમજ્ઞાન થતાં મનના ધમને જીતી શકાય છે, મન સૂક્ષ્મ છે માટે મનને જીતનાર આત્માન અરૂપી ઉપયોગ પ્રગટવો જોઈએ. મનની સંક૯પદશાપયેત સંસાર છે, મનના વિકલ્પસંકલ્પ ટળતાં સંસારનો અંત આવે છે. મનને વશ કરવું એજ મોટામાં મોટી ક્રિયા છે. કેટલાક શરીરની ક્રિયામાં ધર્મ માની તેમાં આસક્ત રહે છે, પણ તે પામર જેવો મનને જીતવાની ક્રિયા કરી શકતા નથી. કેટલાક તે એમ કહે છે કે, બહુ ક્રિયા કરવી તે જ્ઞાનિનું લક્ષણ છે. પણ તે બિચારા તેનું સ્વરૂપ યથાર્થ સમજી શકતા નથી. મનના વિકપ સંક૯પ ટાળવા માટે બહુ ક્રિયા કરવી જોઈએ. થાનક્રિયાને વિશેષ આદર થવાથી મનના સંક૯પ ટળે છે. બાહ્યપદાર્થોની વારસના ક્યાંસુધી હોય છે, ત્યાંસુધી મનમાં સંક૯પવિક૯પ થયા કરે છે, પણ
For Private And Personal Use Only