________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) હવે મમત્વભાવનો ત્યાગ કરતાં આતમા મુક્ત થાય છે તે વિશેષત: જણાવે છે.
શ્નો बाह्यकार्याणि कुर्वन् सन्, मोहचेष्टा परित्यजन् । भावचारित्रयोगेन, मुच्यते सर्वकर्मतः ॥ २० ॥ શબ્દાર્થ:-મેહ ચેષ્ટાને ત્યાગ કરતે એવો આત્મા પોતે બાહ્ય કાને કરે છે છતાં ભાવચારિત્રના પ્રતાપે સર્વ કર્મથી મૂકાય છે.
ભાવાર્થ:–બાહ્ય વ્યાવહારિક કે જે કૃત્યો કર્મના ઉદયે અવશ્ય કરવાં પડે તેવાં કાયોને બાહ્યથી કરતો હતો અને અન્તસ્થી મહટ્ટાનો ત્યાગ કરી છે, મમત્વપરિગ્રહ ત્યાગરૂપ ભાવ ચારિત્રના પ્રતાપે આત્મા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની સર્વ પ્રકૃતિયોથી મુકાય છે. ઉપરના લોકોને આ લોક પુષ્ટિ આપે છે અને તેથી સિદ્ધ થાય છે કે મૂછનો ત્યાગ કરતાં ભાવચારિત્ર પ્રગટે છે. નવા પ્રકારનો ભાવ લોચ કરતાં ભાવ ચારિત્રપણું પ્રગટે છે તેવિના ભાવ ચારિત્રપણું પ્રાપ્ત થતું નથી. કેટલાક જ કર્મયોગે બાહ્યકાર્ય કરતા હતા પણ ભાવ ચારિત્રના પ્રતાપે નવાં કર્મ બાંધતા નથી અને પૂર્વનાં જે જે કર્મ ઉદયે આવે છે તે સમભાવે વેદીને ખપાવે છે, આવી ભાવચારિત્રની ઉત્તમ દશા પ્રાપ્ત થતાં જ્ઞાની બંધાતું નથી. “જ્ઞાનિયા મા વ નિર્જરા તુ "જ્ઞાનિયો જે જે ભોગો ભોગવે છે તે તે સર્વ ભોગો નિર્જરા માટે થાય છે. આ ઉત્તમ વાકયન પરમાર્થ પણ આ શ્લોકના ભાવાર્થની સિદ્ધિ કરે છે, આત્માની શુદ્ધતા કરનાર ખરેખર આત્માનો શુદ્ધ ભાવજ છે. શરીરની ક્રિયાઓ પણ આમાની શુદ્ધ દશા કરવા સમર્થ નથી, ભાવચારિત્રજ આત્માની શુદ્ધતા કરી શકે છે. ભાવચારિત્ર કંઈ આત્માથી ભિન્ન નથી. શરીરની શુદ્ધિ તરફ લક્ષ્ય નહિ આપતાં આત્માની શુદ્ધિ તરફ લક્ષ્ય આપવું જોઈએ. દઢપ્રહારી જેવા ઘરકમ કરનાઓની મુક્તિ પણ ભાવચારિત્રના યોગે થઈ છે. થાય છે અને થશે. આવું ભાવચારિત્ર પ્રાપ્ત કરવા સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. ભાવચારિત્રવિના દ્રવ્યચારિત્ર નાટકયાથી વિશેષ ઉપમા ધરાવી શકતું નથી.
ભાવચારિત્રથી આત્મા સહજ સુખનો આસ્વાદ કરીને બાહ્યસુખને પરિત્યાગ કરે છે. ભાવચારિત્ર એમ કહે છે કે મારામાં એટલું બળ છે કે દ્રવ્યચારિત્ર વિના પણ હું અને મુક્તિ પમાડી શકું છું. મારું અપૂર્વ બળ કોઈ વિરલા પુરૂષ જાણું શકે છે. જે ભવ્ય જીવે મહારું બળ જાણે છે તે મહને પ્રાપ્ત કરવા પરિપૂર્ણ ઇચ્છા ધરાવે છે, જ્યારે ત્યારે પણ મહારાવિના કોઈ જીવની મુક્તિ થઈ નથી અને થવાની નથી. આવું અપૂર્વ ભાવ
For Private And Personal Use Only