________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર ) એવી રીતે જેણે આત્માને નિશ્ચય કર્યો છે તે મહાત્મા આવી સમભાવશ્રેણિ ઉપર ચઢી શકે છે. સમભાવશ્રેણિ ઉપર ચઢવા માટે ઉત્તમ જ્ઞાનગતિથી વૈરાગ્ય પ્રાપ્ત કરે જોઇએ, તે કહે છે,
સ્ટોક ज्ञानगर्भितवैराग्य, मुत्तमं प्राप्य योगिराष्टू ।
अक्षरं निमेलं शुद्धं, परमात्मपदं भजेत् ॥ १७ ॥
શબ્દાર્થ –મહાયોગી જ્ઞાનગર્ભિત ઉત્તમ વૈરાગ્ય પામીને અક્ષર નિર્મલ, શુદ્ધ, પરમાત્મપદને સેવે છે.
ભાવાર્થ:–ઉત્તમ એવો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પામીને યોગી અક્ષર નિર્મલ પરમાત્મપદ પામે છે. દુઃખગર્ભિત વૈરાગ્ય, મોહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, એમ વૈરાગ્યના ત્રણ ભેદ પડે છે. દુઃખના યોગે દુ:ખગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આવો વૈરાગ્ય મિથ્યાત્વીને પણ હોય છે. મોહગર્ભિત વૈરાગ્યમાં મોહનો પ્રાદુર્ભાવ થાય છે, આવો વૈરાગ્ય પણ ત્યાગ કરવા યોગ્ય છે. આ બે પ્રકારના વૈરાગ્ય તો અજ્ઞાનીને પણ હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે તેજ ઉત્તમ છે. કારણ કે તે સર્વ પદાર્થોનું હેય, ય, અને ઉપાદેયપણે જ્ઞાન થયા પછી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉપજે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી આત્મા સમભાવ શ્રેણિપર ચઢી શકે છે. આત્મા વિના અન્ય વસ્તુ પર મમત્વભાને બંધાતો નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો સર્વ આત્માઓને પોતાના સમાન માવ છે. પ્રારબ્ધયોગે સાંસારિક કાર્ય કરતો છતે પણ જલપંકજવતું ન્યારો રહે છે. સંસારની ખટપટમાં તે મુંઝાતો નથી. ગચ્છનો કદાગ્રહ કરી મનુષ્યજન્મની નિષ્ફળતા કરતો નથી. જે જે હેતુઓથી રાગ અને પ થાય તે તે હેતુઓથી દૂર રહે છે. તૃષ્ણાના પાશમાં પડી મૃગવત દીન થતો નથી. આમા તેજ સારમાં સાર માને છે, પરમાત્મભાવનામાં સદાકાલ મગ્ન રહે છે. શરીરમાં છતાં શરીરથી ભિન્ન પોતાના આત્માને ભાવે છે. શુદ્ધ ઉપયોગમાં રમણતા કરી પરમપદ સુખ પ્રાપ્ત કરે છે. ચારિત્રધારક યોગિને આ સંસારના કોઈ પણ પદાર્થ ઉપર મોહ થતો નથી, તેથી તે નિર્મમત્વભાવ પામીને સંસારથી છૂટે છે. મમત્વભાવ જ્ઞાનિને થાય નહીં એમ જણાવે છે.
શ્નો: ममत्वं ज्ञानिनः किं स्यात्, हेयादेयविवेकतः । ममत्वोपाधिनिर्मुक्त, आत्मा मुक्तः प्रकीर्तितः ॥ १८ ॥
For Private And Personal Use Only