________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ધારવા વિશેષતઃ પ્રયત્ન કરવો જોઈએ. સમભાવની ઉચ્ચ કોટીપર ચઢતાં અનેક વિદ્ગો આવીને ઉભાં રહે છે. તેની સાથે બહાદુરીથી લડવું જોઈએ, વિઘાથી કદી હારી જવું નહિ. સમભાવની કોટીપર ચઢતાં આનંદની ખુમારી ઘટમાં પ્રગટે છે. પશ્ચાતું યોગી સમભાવમાં રહેવા રસદાકાલ ઇચ્છે છે. ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિપર ચઢવાને માટે સમભાવ એ ઉત્તમ ઉંચી છે. આવો ઉત્તમ રામભાવ ધારણ કરનાર ચારિત્રી કહેવાય છે,
પુન: ચારિત્રીનું લક્ષણ કહે છે.
ઋોવઃ समो हर्षविपादेषु, समो मानापमानयोः । स्तुतिनिन्दादि भावेषु, समश्चारित्रयोगिराट् ॥ १६॥ શબ્દાર્થ: -હર્ષ અને વિવાદમાં સમ હોય, માન અને અપમાનમાં જે સમ હોય, સ્તુતિ નિન્દા, પુત્ર, શત્રુ, મિત્ર, સંસાર, અને મુક્તિ વગેરેમાં જે સમભાવ ધારણ કરનાર હોય, તે ચારિત્ર ધારણ કરનાર ઉત્તમ યોગી કહેવાય છે.
ભાવાર્થ-જે હર્ષના પ્રસંગોમાં સમ હોય તેમજ વિવાદના પ્રસંગેમાં સમ હોય, વિષાદના પ્રસંગોમાં જે આત્મભાવનો ધૈર્યથી ત્યાગ કરે નહીં તેમજ માન અને અપમાનમાં પણ સમભાવે રહેતા હોય, કોઈ સ્તુતિ કરે તો તેના ઉપર રાગ નહીં અને કોઈ નિન્દા કરે તો તેના ઉપર દ્વેષ નહીં, કોઈ કંઈ કહે અને કોઈ કંઈ કહે પણ જે આત્માના શુદ્ધ સ્વરૂપમાં રહી પરભાવમાં પડનારા ન હોય, જે મહામાં લાભ મળે વા અલાભ મળે તો પણ સમભાવ ધારણ કરનાર હોય, તેમજ સુખદુઃખમાં સમભાવ ધોરણે કરનાર હોય, મરવા અને જીવવા ઉપર પણ સમભાવ હોય, ભવ અને મોક્ષ ઉપર પણ સમભાવ હોય, આહાર નિહારાદિક ક્રિયાઓ પ્રસંગે પણ જે આત્માને સમભાવે ભાવે તે ચારિત્રયોગિરાજ કહેવાય છે. આવી સમભાવ દશાથી અનેકવિકૃત સર્વ કર્મનો નાશ થાય છે. સાધુઓ થઈ જે આત્માભિમુખ થતા નથી અને બાહ્યક્રિયાઓના ખંડનમંડનમાં રાગદ્વેષ કરી અશાંતિનો ફેલાવો કરે છે, તેઓ સ્વપૂરનું હિત કરી શકતા નથી. બાહ્યમાં ઈચ્છાનિષ્ટપણે માન્યાથી રાગદ્વેષના વિક૯પ ઉડે છે; પણ બાહ્યમાં તે નહિ માનવાથી રાગના વિકલ્પો ઉઠતા નથી. પ્રત્યેક સાધુ અને સાધ્વીઓ ધર્મક્રિયા
ઓ કરે પણ અન્ય ઉપર આક્ષેપ મૂકે નહિ, અન્યની નિંદા કરે નહીં ત્યારે તેના મનની સમભાવ દશા રહે છે. આત્મા તે પરમાત્મા છે માટે વચમાં રહેલો કર્મ પડદો ચીરવા જેની ધ્યાનદશા વર્તતી હોય તેવો મહાત્મા સમભારધારક થઈ શકે છે, બાહ્ય વસ્તુઓમાં અહંબુદ્ધિ સ્વમમાં પણ ન ઉડે
For Private And Personal Use Only