________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યંત આવશ્યકતા છે. નિયમથી આત્મા પોતાનું અને પરનું પણ ભલું કરી શકે છે. આમા, મોહના લીધે અનેક પાપના હેતુઓને આચરે છે, પણ નિયમનું દઢ રીતે પ્રતિપાલન કરવાથી પાપના હેતુઓથી દૂર રહે છે, અન્ય ગ્રંથોમાં નિયમોનું સ્વરૂપ વિશેષતઃ છે ત્યાંથી વિશેષ જિજ્ઞાસુએ નિયમોને અધિકાર જોઈ લેવો. નિયમ પાળનારાઓએ આસનનો જય કરવો જોઈએ.
जीर्जु अंग आसन. આસનના અનેક પ્રકારના ભેદ શાસ્ત્રોમાં કહ્યા છે. વીરાસન, પદ્માસન, સિદ્ધાસન વગેરે આસનના ભેદો છે. મનને જિતવાને માટે આસન સાધવાની આવશ્યકતા છે. પદ્માસન વાળી બેસવાથી પેટના ઘણા રોગો શમી જાય છે, અને તેથી ચિત્તની સ્થિરતા પણ થઈ શકે છે, ત્યાંસુધી શરીરમાં આત્મા રહેલો છે ત્યાંસુધી શરીરની ચંચળતા ટાળી મનનો જય કરવાની આવશ્યકતા છે. પદ્માસનથી પ્રાણની ચંચળતા ટળે છે.
વચન ગુપ્તિ સાધ્ય કરવાથી નવીન કર્મ બંધાતું નથી. તેમજ કાય ગુપ્તિથી પણ બાહ્ય પ્રવૃત્તિ વગેરે દોષોનો નાશ થાય છે, સમિતિનું સ્વરૂપ સુગમ છે, જયાં સુધી ગુપ્તિમાર્ગમાં રહેવાય ત્યાંસુધી તેમાં રહેવું જોઇએ, ગુપ્તિમાર્ગમાં ન રહેવાય ત્યારે સમિતિનો આદર કરવો જોઈએ. ગુપ્તિનું યથાર્થ પાલન કરવાથી અનેક પ્રકારની લબ્ધિયો ઉત્પન્ન થાય છે. મનોગુણની ઉત્કૃષ્ટ દશા સિદ્ધ થવાથી સર્વ કર્મનો નાશ થાય છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જે યથાર્થ પરિપાલન કરવામાં આવે છે તે આત્મા પોતાને શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે. સુખદુઃખના પ્રસંગોમાં જે સમ રહે છે તેજ આવું ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત કરે છે, અને તેજ ચારિત્રધારી કહેવાય છે, સુખદુઃખના પ્રસંગોમાં જે મુનિ પોતાના સમભાવમાં રહી શકતો નથી તે ઉત્તમ મુનિ ગણાતો નથી. સુખદુ:ખના પ્રસંગોમાં રામભાવ રાખવાથી સમાધા ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમભાવમાં એવું અત્યંત બળ છે કે તે ગમે તે દર્શનમાં મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. કહ્યું છે કે,
{ થા. सेयंवरो आसंवरोवा, बुद्धो वा अहव अन्नोवा । समभावभाविअप्पा, लहइ मुरकं न संदहो ॥१॥
શ્વેતાંબર હોય, દિગંબર હોય, બુદ્ધ હોય, અન્ય વેદાન્તી વગેરે હોય પણ સમભાવે આત્મા જેણે ભાવ્યો છે તે મુક્તિ પામે છે તેમાં સંદેહ નથી. આવી સમભાવની ઉત્તમ દશા પ્રાપ્ત કરનાર શુદ્ધચાત્રી ગણાય છે. સમભાવની દશામાં રહેવું એ કંઇ સામાન્ય કામ નથી. ઉત્તમ રામભાવની દશા મુનિએ પ્રાપ્ત કરવી જોઈએ, આત્મસુખના અભિલાપીએ રામભાવને
For Private And Personal Use Only