________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનાગુપ્તિનું સ્વરૂપ કહે છે,
विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठिम् ।
आत्मारामं मनस्तज्ज्ञ, मनोगुप्तिरुदाहृता ॥ १॥ આ રોદ્ર ધ્યાનની કલ્પનાથી રહિત ધર્મધ્યાનવાળી માધ્યસ્થ પરિતિ શુભાશુભ ચિંતવન રહિત, યોગનિરોધાવસ્થાવાળી આત્મારામ નામની ત્રીજી, એ ત્રણ પ્રકારની મનગુપ્તિ જાણવી. મનમાં કોઈ જાતનો વિચાર પ્રગટાવવો નહિ તે મને ગુપ્તિ કહેવાય છે. મનમાં કલ્પના જાળ ઉઠતાં સમભાવમાં રહી શકાતું નથી. બાહ્યભાવમાં મનને ન જવા દેવું અને આત્માને માંજ મનને રમાવવું આ ઉપાયથી અંતે મનોગુપ્તિ સાથે કરવામાટે જગતમાં કેટલાક મનુ સાધુઓ થાય છે. મનોગસિવિના મનની શુદ્ધિ ત્રણ કાલમાં થઈ શકતી નથી. સાધુને મનગુપ્તિની આવશ્યકતા છે, કોઈ વિરલા સાધુઓ અમુક કાલપર્વત મનગુપ્તિ ધારણ કરી શકતા હશે.
મનની નિર્વિકાદશા કરવા માટે યોગનાં આઠ અંગ કહ્યાં છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગથી મનને ચંખ્યતભાવ નાશ કરવામાં આવે છે. પંચમહાવ્રતનું પરિપાલન કરવું તે યમ કહેવાય છે.
યમ, દરેક દર્શનકારોએ યમનું અનેકધા વર્ણન કર્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ કહેવાય છે. પ્રથમાભ્યાસમાં યમની અત્યંત આવશ્યકતા છે. યમવિના મનુષ્ય ઉચ્ચકોટીપર ચઢી શકતો નથી. નાસ્તિકો પણ નીતિધર્મના નામથી આ પંચ પ્રકારના યમને સ્વીકાર કરે છે. યમથી બાહ્ય અને આંતરિક શુદ્ધિ થાય છે. યમ એ યોગનું પ્રથમ પગથીયું છે. જ્ઞાનનું ફળ પણ એ છે કે આવા પ્રકારને યમ ધારણ કરવો. શ્રી તીર્થકર ભગવાન પણ ત્રણ જ્ઞાની છતાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી યમને ધારણ કરે છે. યમની મહત્તા અપૂર્વ છે, જે ધર્મવાળાઓ યમને માનતા નથી, તેને ધર્મ દુનિયામાં ટકતો નથી. યમનું પ્રતિપાલન કરતાં મનો નિયમ પાળવા સમર્થ થાય છે,
बीजं अंग नियम. યોગનું દ્વિતીય અંગ નિયમ છે. યમમાં સ્થિર રહેવાને અને તેમ જ અનેક સદ્ ગુણે પ્રાપ્ત કરવા માટે, નિયમ પાળવામાં આવે છે, પ્રત્યાખ્યાન, અમુકકાળે અમુક કરવું. ઈશ્વરપ્રણિધાન, શૌચ, સંતોપ, તપ આદિ નિયમોથી આત્મા નિર્મલ બને છે. મનનાં અનેક પાપ નાશ કરવા માટે નિયમ પાળવાની અ
For Private And Personal Use Only