________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ) ગુણ છે. તે સહેજે પ્રાપ્ત થાય છે. આમાની શુદ્ધદશામાં રમણના કરતાં સહજ આનંદ પ્રગટ થાય છે માટે આમદ્રવ્યની સર્વ દ્રવ્યોમાં શ્રેષ્ઠતા છે. આત્માની શ્રેષ્ઠતાપૂર્વક ચારિત્રનું વર્ણન કરે છે,
શો आत्मनः सर्वद्रव्येषु, श्रेष्ठता भाविताशुभा । सहजानन्दभावेन, चारित्रमद्भुतं स्फुटम् ॥ १४ ॥ समितिगुप्तियोगेन, शुद्धधर्म समुद्भवः ।
मुखदुःखप्रसङ्गेषु, समश्चारित्रवान्स्मृतः ॥ १५ ॥ શબ્દાર્થ:–આત્માની સર્વ દ્રવ્યોમાં શ્રેષ્ઠતા કહેલી છે. સહજ શુદ્ધ આનંદસ્વભાવવડે અદ્દભુત ચારિત્ર પ્રગટ જાણવું. સમિતિ અને ગુપ્તિના યોગવડે શુદ્ધધર્મનું પ્રગટપણું થાય છે. શાતાદનીયજન્ય સુખ, અને અશાતાવેદનીયજન્ય દુઃખના પ્રસંગોમાં જે સમ છે. અર્થાત્ સમભાવ ધારણ કરે છે તે ચારિત્રી જાણવો.
ભાવાર્થ-આત્મામાં જ્ઞાનસુખ વગેરે ગુણો રહ્યા છે તેવા જડ દ્રવ્યોમાં રહ્યા નથી. આત્માના જ્ઞાનાદિ ગુણોથી જ સર્વદ્રવ્યોમાં આત્માની મહત્તા છે. સહજાનન્દગુણથી જ આત્મા પોતાનું ચારિત્ર પ્રકાશી શકે છે. શુદ્ધ આનંદથી જ શુદ્ધચરિત્ર પરખાય છે. સહજાનન્દની ખુમારી જયાં ભોગવાતી નથી ત્યાં શુદ્ધચારિત્રની ગંધમાત્ર પણ નથી. જેમ જેમ સહજાનંદગુણનો અનુભવ થાય છે તેમ તેમ ચારિત્રપણું જીણવું. શુદ્ધચરિત્ર એમ કહે છે કે હું જ્યાં હોવું ત્યાં સહજાનંદની પ્રકટતાજ હોય. જે યોગિર સહજાનન્દની ખુમારી ભગવે છે તેમનામાં શુદ્ધચારિત્રગુણ હોય છે. જે સાધુઓ થઈ વિષયકષાયને ધારણ કરે છે તેમનામાં સહજાનંદની ખુમારી ક્યાંથી હોય ? અલબત હોઈ શકે નહીં. જેમ જેમ કમવરણે ટળતાં આમાન જ્ઞાનાદિ શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે તેમ તેમ આત્માની ઉલતા થતી જાય છે. ઇસમિતિ આદિ પંચસમિતિ અને મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ એ અષ્ટપ્રવચનમાતાના સંસેવનથી આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે. પાંચ સમિતિનું પ્રતિપાલન એ અપવાદમાર્ગ છે અને ત્રણ ગુપ્તિનું પ્રતિપાલન એ ઉત્સર્ગમાર્ગ છે. આત્માથી જીવે ત્રણ ગુપ્તિનું મુખ્યતાઓ સેવન કરવું જોઈએ,
For Private And Personal Use Only