________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) मूर्छा परिग्रहः ख्यात, उक्तं मूत्रेषु मूरिभिः ।
मूत्र सम्मतयोगेन, आत्मा सद्धर्ममाप्नुयात् ॥ १९ ॥ શબ્દાર્થ – હેય, સેય અને ગ્રહણબુદ્ધિના વિવેકથી જ્ઞાનિને કઈ વસ્તુ પર મમત્વ હોય ? અલબત કોઈઉપર ન હોય. મમત્વે પાધિરહિત આમા મુક્ત કહેલો છે. મુચ્છ તેજ પરિગ્રહ છે એમ સૂત્રોમાં સૂરિઓએ કહ્યું છે, સૂત્રસમ્મત યોગ વડે આત્મા પોતાના શુદ્ધધર્મને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ: હેય, ય, અને આય બુદ્ધિના વિવેકથી જ્ઞાનિને કઈ વસ્તુમાં મારાપણાની બુદ્ધિ થાય ? અલબત કોઈ પણ વસ્તુમાં મારાપણાની બુદ્ધિ થાય નહીં. હું અને મારે એવી બુદ્ધિ થતાં જ તેને વિવેક અટકાવે છે તેથી મમત્વનો અવકાશ રહેતો નથી. હું અને મારાપણાની બુદ્ધિ થતાં ચેત જડતા અનુભવે છે. મમત્વ એજ જગતમાં મોટામાં મોટી ઉપાધિ છે. મમત્વઉપાધિથી અનેક પ્રકારનાં દુ:ખો પ્રગટે છે. ચોરાશી લાખ જીવયોનિમાં પારે ભ્રમણ કરવાનું બીજ મમત્વજ છે. જીવો દેશ, કુળ, જ્ઞાતિ, શરીર, ધન, અને હુ ટુંબના મમત્વથી લડી એકબીજાની ખુવારી કરે છે. જ્યાં ત્યાં મત્વની લડાઈ જોવામાં આવે છે. જગતમાં જે જે ઇષ્ટ વસ્તુઓ છે તેમાંથી મમ
ને અભ્યાસ ઉઠવો મુશ્કેલ છે. સર્વ ઉપાધિનો ત્યાગ કરી શકાય છે; પણ જે હૃદયમાં પરિણમી રહી છે. એવી મમત્વઉપાધિને ત્યાગ કોઈ મહા પુરૂષ કરી શકે છે. મમત્વઉપાધિનો ત્યાગ કરતાં ત્યાગાવસ્થાની સિદ્ધિ થાય છે, વિશેષ શું કહેવું. મમત્વોપાધિનો નાશ થતાં આત્મા મુક્ત કહેવાય છે.
કેટલાક કહે છે કે, નગ્ન થયા વિના મુક્તિ મળતી નથી. કારણ કે લિંગોટી જેટલું વસ્ત્ર રાખવાથી પણ મુક્તિ મળતી નથી. કિન્તુ આમ તેમનું કહેવું વિચારવા યોગ્ય છે. કારણ કે મુક્તિમાં પ્રતિબંધક વસ્ત્ર થતું નથી પગ મૂર્છા થાય છે. નગ્નાવસ્થામાં પણ શરીર મમત્વ હોય છે તો કેવલજ્ઞાન થતું નથી. માટે મમત્વ તેજ ખરેખર વસ્તુતઃ ઉપાધેિ છે. દુનિયાની વતુઓ પર જેને મમત્વભાવ નથી તે જ ખરેખરો ત્યાગી છે. મમત્વબુદ્ધિના ત્યાગવિના બાહ્ય વસ્તુનો ત્યાગ તે વસ્તુતઃ ત્યાગ નથી. ઘણા બાઘના ત્યાગીઓ અતરંગમાં મમત્વથી સન્યા કરે છે. મમત્વગ્રહથી આત્મા પોતે સુખ પામી શકતો નથી અને ઉલટો અન્યને પણ હેરાન કરે છે. જે હૃદયમાં મમત્વ નથી તો જગતના પદાર્થોથી આમા બંધાતો નથી, તેમજ કર્મથી પણ બં ધાતો નથી. અને જે મમત્વ છે તો બાહ્ય ત્યાગ કરીને ત્યાગી બનો તોપણ કર્મથી બંધાવું પડે છે. હૃદયમાંથી મારાપણાનો અધ્યાસ ઉઠે તો જાણવું કે આત્મા ખરેખર ત્યાગી છે. કોઈ મનુષ્ય સર્વ વસ્તુનો ત્યાગ કર કરતો એક જીર્ણ વસ્ત્ર પણ પાસે રાખે નહીં, બીલકુલ નગ્ન થઈ જાય; પણ જે
ચો, ૫
For Private And Personal Use Only