________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૫ )
એક આમાં માને છે. રામાનુજ આચાર્ય આત્માને આણુરૂપ માને છે અને તે પ્રતિશરીર ભિન્ન માને છે અને આત્મા તે પરમાત્મા થતો નથી એમ સ્વીકારે છે. જ્યારે આ બે આચાર્ય ભિન્ન ભિન્ન વાદ સ્વીકારી પરસ્પર એકબીજાના વાદને તોડવામાં અનેક દૂષણે ન્યાયયુક્તિથી દેખાડે છે. શંકરાચાર્યના મતવાળા મહાદેવની ઉપાસના કરે છે. રામાનુજ આચાર્યના પંથવાળા વિષ્ણુની ઉપાસના કરે છે. આ પ્રમાણે અપેક્ષારહિત સ્વસિદ્ધાંતને સ્થાપન કરનાર શંકરાચાર્ય અને રામાનુજ આચાર્યે પોતાના પક્ષ કરતાં પ્રતિપક્ષી પક્ષને અસત્ય ઠરાવે છે, ત્યારે જૈનદર્શન તે બે વાદને પણ અપેક્ષાથી પોતાના પક્ષમાં સ્થાપન કરી અને કાતપણે વિજય કરે છે. એકાંતપણે ઉકેલા આવા અસંખ્યવાદોને અનાદિકાળથી જૈનદર્શન સાપેક્ષપણે પોતાના અનેકાન્તસ્વરૂપમાં સમાવે છે. આત્મપ્રદેશ વ્યક્તિની અપેક્ષાએ આત્મા વ્યાપ્ય છે અને જ્ઞાનની અપેક્ષાએ શેયવસ્તુના પ્રતિભાસથી આત્મા વ્યાપક છે, આમ અપેક્ષાએ વ્યાપ્ય અને વ્યાપકભાવ માનતાં કંઈ ખંડનમંડન રહેતું નથી. જ્યાં સાપેક્ષાએ બન્ને બાજુથી તપાસીને વસ્તુ માનવામાં આવે છે ત્યાં ખંડનમંડનની મારામારી રહેતી નથી. એકાંત આત્માને વ્યાપ્ય માનીએ તોપણ ઘટે નહિ, તેમજ એકાંત આત્માને વ્યાપક માનીએ તોપણ ઘટે નહિ, માટે અપેક્ષાએ બન્ને વાદ માનવાની જરૂર છે તે જણાવતા છતાં ગ્રન્થકાર કહે છે.
વા व्याप्यव्यापकभावत्वं, सापेक्षातः स्फुटं मतम् ।
नित्यानित्यप्रवादानां, समासो जैनदर्शने ॥ ७ ॥ શબ્દાર્થ –જનદર્શનમાં વ્યાપ્ય અને વ્યાપકપણું સાપેક્ષાથી ફુટ માનેલું છે, તેમજ નિત્યવાદ, અને અનિત્યવાદનો સમાવેશ થાય છે.
ભાવાર્થ:–આત્મા વ્યક્તિથી શરીરને વ્યાપી રહે છે, માટે તે વ્યાપ્ય કહેવાય છે અને જ્ઞાનમાં સર્વ ભાસે છે તેની અપેક્ષા એ વ્યાપક કહેવાય છે. આમ બે બાબતો પણ સાપેક્ષાથી ફુટ માની શકાય છે. આમ વ્યાખ્ય અને વ્યાપકપણું માનવાથી કોઈ એકને વ્યાખ્યપણે આત્માનું માને છે તેના ઉપર પણ માધ્યશ્મભાવના રહે છે. તેમ કોઈ એકાંતે વ્યાપકપણું આત્માનું માને છે એવા શિવમતાનુયાયી ઉપર પણ મધ્યસ્થતા રહે છે, એમ માધ્યશ્ચભાવના રહેવાથી રાગદ્વેષનો ક્ષય થાય છે અને રાગદ્વેષનો ક્ષય થવાથી આત્માની પરમામદશા થાય છે. આમ પરમાત્મદશા પ્રાપ્તિમાં સાપેક્ષાવાદ જ સુગમમાર્ગ ભાસે છે. કારણ કે આ પ્રમાણે સાપેક્ષાવાદ માનવાથી કોઈનું ખંડનમંડન એકાંતે થતું નથી. પોતાના ધર્મની વૃદ્ધિ માટે અપશબ્દ તેમજ
For Private And Personal Use Only