________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) યાયીઓ પણ આમાને નિત્ય માને છે. નિયાયિકો પણ આમાને નિત્ય માને છે, પણ તેમનો માનેલો આમા ચિંતનીય છે, અર્થાત એકાન્તપણે માનવાથી દોષવૃન્દવિલાસને પામે છે. આત્માને સિદ્ધ કહ્યો છે તે શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ કહ્યો છે. વસ્તુતઃ આત્માનું મૂળ સ્વરૂપ વિચારીએ તો સિદ્ધના જેવું છે. કર્મથી રહિત થતાં આત્મા પરમાત્માને પામે છે. બૌદ્ધ આત્માને ક્ષણિક માને છે. આત્મા ક્ષણે ક્ષણે બદલાય છે. પૂર્વેક્ષણમાં જે આત્મા હતો તે પશ્ચાત ક્ષણમાં નથી, અર્થાત્ ક્ષણવિનાશી આત્મા છે. કિંતુ ઉત્તરોત્તર આમામાં જ્ઞાનસંતતિપ્રવાહ ચાલ્યો જાય છે આમ તેમનું કહેવું યોગ્ય ઠરતું નથી; કારણ કે આત્માને ક્ષણિક માનતાં અપર આત્મામાં જ્ઞાનસંતતિપ્રવાહ જતો નથી ઇત્યાદિ પ્રસંગે કહેવાશે. જૈનેતર કેટલાંક દર્શને આત્માને નિત્ય
સ્વીકારે છે તે જડવાદીઓ કરતાં અપેક્ષાએ અનંતગણ સારાં છે, કિંતુ તેમના મનમાં એકાંતપક્ષ હોવાથી સર્વથા સત્ય સિદ્ધ કરતાં નથી. આ પ્રમાણે આત્માની અસ્તિતાની પરિપૂર્ણ સિદ્ધિ થઈ. હવે આત્મા ક્યાં રહે છે? તે વ્યાપ્ય છે કે વ્યાપક છે તે જણાવે છે.
आत्माऽसङ्ख्यप्रदेशश्च, देहव्यापी चतुर्गतौ ।
केवलज्ञानभावेन, सर्वव्यापक इष्यते ॥६॥ શબ્દાર્થ – અસંખ્ય પ્રદેશોવડે આત્મવ્યક્તિ કહેવાય છે અને તે કર્મના યોગે દેહવ્યાપી ચાર ગતિમાં છે. જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે કેવલજ્ઞાન ભાવવડે સર્વવ્યાપક ઇચછાય છે.
ભાવાર્થ:–આત્માના અસંખ્યાત પ્રદેશ છે અને તે અરૂપી છે. કર્મના યોગે આત્મા દેહમાં વ્યાપીને રહે છે, કુંથુઆના શરીરમાં તેમજ હસ્તિના ભવમાં હસ્તિ જેવડા શરીરમાં અસંખ્ય પ્રદેશોવડે વ્યાપીને રહે છે. જેમ નીલમણિનો પ્રકાશ જલના લઘુપાત્રમાં વ્યાપીને રહે છે તેમજ મોટા જલપાત્રમાં પણ વ્યાપીને રહે છે, તેમજ આત્મા પણ પોતાના અસંખ્યપ્રદેશોવડે નાના તેમજ મેટા શરીરમાં વ્યાપીને રહે છે, દેવગતિ, મનુષ્યગતિ, તિર્યષ્ણતિ અને નરકગતિમાં જ્યાં સુધી આત્મા રહે છે ત્યાં સુધી અસંખ્યાત પ્રદેશોવડે દેહવ્યાપી છે એમ જાણવો અને જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે આત્મામાં લોકાલોક સર્વનો ભાસ થાય છે, માટે સર્વવ્યાપક આત્મા, જ્ઞાનની અપેક્ષાએ છે.
સ્યાદ્વાદરીત્યા માનેલા આભામાં મળુવા અને વ્યાપકવાદનો સમાવેશ થાય છે. શંકરાચાર્યે એકાંત આજમાને વ્યાપક માને છે અને તે સર્વ પ્રાળુઓનો
For Private And Personal Use Only