________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 13 )
જ્જૈનીજ પૂજ્યતા સ્વીકારે છે, પણ આગમ પ્રમાણથી વિચારીએ તો માલુમ પડે છે કે, શબ્દ એ પુદ્દલપરમાણુઓનો બનેલો છે. કહ્યું છે કે,—
ગાથા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सधयारउजोअ, पभाछायातवेहिया ।
वन्नगंधरसाफासा, पुग्गलाणांतु लक्खणं ॥ १ ॥
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તાપ, વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ એ સર્વ પુદ્ગલનું લક્ષણ છે. અનંતાનંત પરમાણુઓની શબ્દવર્ગણા અનેલી છે. શબ્દવર્ગણારૂપ વાણી એક ઢંકાણેથી અન્ય ડેકાણે જાય છે. શબ્દવર્ગણા પુમેલ હોવાથી તે જડ છે અને જડ હોવાથી તે ચેતન નથી. તેમજ રક્ત પણ જડત્વપણાથી આત્મા નથી. કેટલાક કહે છે કે રૂધિર છે તેજ આત્મા છે પણ આમ કહેવું અસત્ય છે. કારણ કે રૂધિર જડ પરમાણુઓનું અનેલું છે, જડમાં જડત્વધર્મ છે તેથી રૂધિર તે આત્મા ત્રણ કાલમાં નથી. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણથી આત્માની સિદ્ધિ થાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી સર્વરોએ સાક્ષાત્ આત્માને દીઠો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખદુઃખની લાગણી આદિ હેતુઓથી આત્માની સિદ્ધિ થાય છે, જે સુખદુ:ખને જાણે છે તે આત્મા છે, જેનામાં સુખદુઃખ જાણવાપણું નથી તે આત્મા નથી. જેવો સિદ્ધાત્મા છે તેવોજ શરીરમાં રહેલો આ આત્મા છે. સિદ્ધાત્મા અષ્ટકર્મથી મુક્ત થયો છે અને શરીરમાં રહેલો આત્મા અષ્ટકર્મથી મુક્ત થયો નથી. જિનેન્દ્ર સર્વજ્ઞ હોવાથી તેમની વાણી પ્રમાણભૂત છે. જિનેન્દ્ર સર્વજ્ઞ હોવાથી તેમના જાણવા દેખવામાં કોઈ જાતનો વિરોધ આવતો નથી માટે તેમનાં કહેલાં આગમ પ્રમાણભૂત છે. આગમમાં આત્માનું અત્યંત સૂક્ષ્મ ભેદોથી સ્વરૂપ વર્ણવ્યું છે માટે આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે. આત્મા અનાદિકાળથી છે અર્થાત્ આત્માને બનાવનાર કોઈ નથી. આત્મા શાશ્વત છે, ત્રણ કાલમાં એકસરખી રીતે તેની અસ્તિતા છે, આત્મા કદી ઉત્પન્ન થયો નથી માટે તે અન કહેવાય છે.
કેટલાક ઈશ્વરકર્તાવાદિયો આત્માઓનો અનાવનાર ઈશ્વર સ્વીકારે છે પણ તે સત્ય નથી, કારણ કે આત્માઓને જો ઈશ્વર બનાવે તો આત્માઓને કઈ વસ્તુમાંથી અનાવ્યા અને તે વસ્તુ પહેલાં ક્યાં હતી? તેનો ઉત્તર નથી. તેમજ આત્માઓ જો અનાવેલા માનવામાં આવે તો ઉત્પન્ન થએલી વસ્તુઓની પે... આત્માની પણ ક્ષણિકતા સિદ્ધ થાય એ મોટો દોષ આવે છે. ઇત્યાદિ અનેક દોષો આ પક્ષમાં આવે છે જો તેનો વિસ્તાર કરવામાં આવે તો એક ગ્રન્થ થઇ જાય માટે અત્ર વિસ્તાર કરવામાં આવતો નથી. જૈનો આત્માને શાશ્વત માને છે. વેદાંતિયો પણ આત્માને નિત્ય માને છે. વેદાનુ
For Private And Personal Use Only