________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મન પણ આત્મા નથી, મનથી ભિન્ન આત્મા છે. મન બે પ્રકારનું છે, એક દ્રવ્યમન અને દ્વિતીય ભાવમન. દ્રવ્યમાન છે તે પુતલમય છે અર્થાત મનોવર્ગણને દ્રવ્યમન કહે છે. ભાવમન છે તે વિચારરૂપ છે અને વિચાર છે તે આત્માને જ્ઞાનગુણ છે અને તેથી ભાવમન છે તે આત્માના ગુણરૂપ સિદ્ધ થાય છે. અત્ર દ્રવ્યમનની અપેક્ષાએ લખવાનું છે તે સમજી લેવું. દ્રવ્યમન જડ હોવાથી તે આત્માથી ભિન્ન કરે છે. કર્મગ્રન્થ, વિશેષાવશ્યક, પત્ર્યસંગ્રહ, વગેરે ગ્રન્થોમાં મનથી ભિન્ન આત્મા છે એમ સિદ્ધ કર્યું છે. મનોવર્ગણામાં અનંત :રમાણુઓ ભર્યા છે, કેટલાક પરમાણુઓ ખરે છે અને કેટલાક નવા પરમા. શુઓ આવે છે ઈત્યાદિ પ્રતિપાદન કર્યું છે. દ્રવ્યમન જડ હોવાથી તે કંઈ રસમજી શકતું નથી માટે દ્રવ્ય તે આત્મા નથી. દ્રવ્યમનમાં પરમાણુઓનો જથ્થો હોય છે પણ ભાવમન તો જ્ઞાનરૂપ હોવાથી તેમાં પરમાણુનો જથ્થો નથી. પરમાણુઓના જથ્થાથી બનેલું દ્રવ્યમાન છે એમ અનેક વિદ્વાન શોધ કરીને માનવા લાગ્યા છે. મનોવર્ગણાની શુભાશુભતાને આધાર શુભાશુભ વિચાર ઉપર છે. જે લોકો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તેઓની મનોવર્ગણ ખરાબ હોય છે. ઈત્યાદિ ઘણે વિચાર અત્ર લખવા યોગ્ય છે કિંતુ ગ્રંથવિસ્તારના ભયથી સંક્ષેપમાં કહેવાય છે. દ્રવ્યમનોવણા શુભશુભતર બનાવવી હોય તો સારા વિચારો કરવાની ટેવ પાડવી. નઠારા વિચારો ઉત્પન્ન થવા દેવા નહિ. શુભ વિચારો કરવાની ટેવ પાડવાથી દ્રવ્યમનોવગણું સારી થશે. પ્રસંગોપાત્ત આટલું જણાવી હવે મૂલ પ્રસ્તુત વિષચપર આવીએ. દ્રવ્યમન એ આત્મા નથી, દ્રવ્યમનથી ભિન્ન આત્મા છે. નૈયાયિક અને વેદાન્ત દર્શન પણ કેટલેક અંશે (એકાંતે) મનથી ભિન્ન આત્મા કહે છે. મનને હું વશ કરું આમ કહેનાર મનથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. હવે વાણી વગેરે પણ આત્મા નથી તે ગ્રન્થકાર લક્ષ્ય દેઈ કહે છે.
श्लोकः
नास्ति वाणी तथैवात्मा, रक्तं नास्ति जडत्वतः। પ્રત્યક્ષતામાન, સિદ્ધારમા હિ શાશ્વતઃ ૧//
શબ્દાર્થ:-તે પ્રમાણે વાણી પણ આત્મા નથી તેમજ જડપણાથી રક્ત (રૂધિર) પણ આત્મા નથી. પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી આત્મા શાશ્વત સિદ્ધ થાય છે.
- ભાવાર્થ –વાણી જે શબ્દાત્મક છે તે આત્મા નથી. કેટલાક લોકો ફક્ત શબ્દ છે તેજ આત્મા છે; તે વિના અન્ય કોઈ નથી. કેટલાક તો શુ
For Private And Personal Use Only