________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) નથી તેનું કારણ એ છે કે તેઓ બીજા ભવમાં વિશેષ સુખ મળશે એવી શ્રદ્ધાવાળા હોય છે. નાસ્તિક જડવાદી યોદ્ધાઓમાં એવી શ્રદ્ધાના અભાવે લડાઈમાં પરાજયપણું વસે એ સ્વાભાવિક છે. પુનર્જન્મ માનનારાઓ જેવી રાજ્યભક્તિ ને રાજાની ભક્તિ કરે છે તેવી જડવાદિયો કરી શકતા નથી. ઉલટા રાજાઓને પણ મારી નાંખવા તૈયાર થઈ જાય છે. દેહથી ભિન્ન આત્માને માનનારાઓ ઈશ્વર અને ગુરૂની ભક્તિ કરે છે, સર્વ જીવોની દયા કરે છે. પોતાના આત્માસમાન અન્ય આત્માઓને માની કોઈને દુઃખ આપતા નથી. લડાઈ ટંટા વગેરે પાપકર્મથી દૂર રહે છે, પ્રભુભક્તિમાં સદાકાલ તલ્લીન રહે છે સર્વ જીવોનું ભલું ઇચ્છે છે નીતિધર્મમાં ચુસ્ત રહે છે પુનર્જન્મની હૃદયમાં પડેલી ઊંડી છાપ દુર્ગણોનો નાશ કરે છે, પુનર્જન્મ માનનારાઓ સહજ સુખની જે ખુમારી ધ્યાનમાં ભોગવે છે તેને ગંધ પણ જડવાદિ નાસ્તિકો જાણી શકતા નથી. પુનર્જન્મ જે માને છે તેના મનમાં બંધ, મોક્ષ, સિદ્ધ કરે છે, પણ પુનર્જન્મ નથી માનતા તેના મનમાં બંધ, મોક્ષ તેમજ, આમાની નિત્યતા સિદ્ધ કરતી નથી. પુનર્જન્મ માનતાં દેહથી ભિન્ન આત્મા સિદ્ધ ઠર્યો. કેટલાક ઈનિદ્રાને આત્મા માને છે પણ ઇન્દ્રિયે આત્મા
નથી તે દર્શાવે છે, કેટલાક મનુષ્યો ઈન્દ્રિયોને આત્મા માને છે, પણ જે બાહ્ય ઈન્દ્રિય છે તે આત્મા નથી એમ સિદ્ધ થાય છે. હું ચક્ષુથી દેખું છું, પણ હું ચક્ષુ નથી. હું નાસિકાથી સુંઘું છું, પણ હું નાસિકા નથી. હું કાનથી સાંભળું છું પણ હું કાન નથી. હું જિહાથી ચાખું છું, પણ હું જિહા નથી. હું ચામડીથી સ્પર્શ જાણું છું, પણ હું ચામડી નથી. ચક્ષુ કુટી જતાં પણ અંધાવ
સ્થામાં એવો નિશ્ચય થાય છે કે પહેલાં હું ચક્ષુથી દેખાતો હતો, હાલ હું દેખાતો નથી. આ વિચાર પણ જણાવે છે કે, ચક્ષુથી ભિન્ન આત્મા છે. એમ સર્વ બાઘઈન્દ્રિયોથી ભિન્ન આત્મા છે એવી પ્રતીતિ થાય છે. બાહ્યઈન્દ્રિય પણ સાંભળવા દેખવા વગેરેનું કામ આમાના ક્ષયોપશમના બળથી કરે છે.
જ્યારે આત્મા શરીરમાંથી ચાલ્યો જાય છે ત્યારે આત્માનો જ્ઞાનાદિ ક્ષયપશમ પણ આમાની સાથે જાય છે ત્યારે બાહ્ય ઇન્દ્રિયો જે ફક્ત આકારવાળી છે તે કંઈ પણ કરી શકતી નથી. હું ઇન્દ્રિયોને વશ કરી શકતો નથી. અથવા હું ઈન્દ્રિયોને વશ કરું છું આવો નિશ્ચય એમજ જણાવે છે કે, પંચઈન્દ્રિયોથી ભિન્ન આમાજ હું એવો શબ્દપ્રયોગ કરે છે. આત્માનો બાહ્યપ્રકાશ થવામાં ઈન્દ્રિયો દ્વાર છે, સાધન છે, પણ તે આત્મા નથી એમ સાબીત કર્યું. હવે મને પણ આત્મા નથી એમ જણાવે છે.
For Private And Personal Use Only