________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૧૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું દેહમાં છું, દેહી છું, દેહ મારો છે. એવો વિચાર કરનાર દેહથી ભિન્ન છે એમ નિર્ણય થાય છે. હું દેહ છું એવો વિચાર કોઈના હૃદયમાં ઉત્પન્ન થતો નથી, તેથી પણ નિર્ણય થાય છે કે આત્મા દેહથી ભિન્ન છે. દેહનેજ આત્મા માનનારા નાસ્તિકો કહેવાય છે. જે લોકો દેહને આત્મા માને છે. તેમના મતપ્રમાણે તો જગતમાં નીતિધર્મની પણ આવશ્યકતા સિદ્ધ ઠરતી નથી, ધર્મ અને અધર્મની સિદ્ધિ પણ ઠરતી નથી. અન્યના ઉપર પરોપકાર કરવાની નીતિ પણ કોટિ ઉપાયે સિદ્ધ ઠરતી નથી. જડવાદીઓ હવે નિર્મૂલ થતા જાય છે. આસ્તિકોની આગળ જડવાદી નાસ્તિકોનું કંઈ પણ ચાલતું નથી. દેહથી ભિન્ન આત્માની સિદ્ધિ પરમાત્મદર્શનગ્રંથમાં દર્શાવી છે ત્યાંથી જોઈ લેવી. હું દેહથી ભિન્ન છું, દેહમાં હું રહું છું, દેહ પિંજર છે, મારું દેહની રક્ષા કરવી જોઈએ. મારૂં શરીર જાડું છે, મારૂં શરીર પાતળું છે, બાલ્યાવસ્થામાં મ્હારૂં શરીર નાનું હતું, હાલ મારૂં શરીર સારૂં છે ઇત્યાદિ સર્વે વાકયો છે તે દેહથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. સર્વે જિનાગમો દેહથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. તેમજ ચાર વેદ પણ શરીરથી ભિન્ન ચૈતન્ય પદાર્થની અસ્તિતા પ્રતિપાદન કરે છે. બૌદ્દો પણ શરીરથી ભિન્ન ક્ષણિકપણે આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. સાંખ્યઃર્શન પણ દેહથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. ચોગદર્શન પણ દેહથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. નૈયાયિકદર્શન અને વૈશેષિક પણ શરીરથી ભિન્ન આત્માની અસ્તિતા પ્રતિપાદન કરે છે. બ્રહ્મસમાજયો પણ દેહથી ભિન્ન કેટલેક અંશે આત્માની અસ્તિતા પ્રતિપા દન કરે છે. આત્મા દેહથી ભિન્ન છે એમ અનુમાનપ્રમાણની પેડે આગમપ્રમાણથી પણ સિદ્ધ થાય છે. પત્થરમાં અને વનસ્પતિમાં પણ જીવ છે એમ હવે મોટા મોટા પ્રોફેસરા પણ માનવા લાગ્યા છે અને તે સિદ્ધ કરી આપે છે. કેટલાક વર્તમાનમાં પુનર્જન્મ દેખનારાઓનાં દૃષ્ટાંતો વર્તમાનપત્રમાં મોઝુદ છે. પશુપંખીમાં આત્મા નથી એમ માનનારા શ્રીસ્તિની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. મુસમાનો પણ ખુદ્દાની રૂ તરીકે આત્માનો સ્વીકાર માને છે; પણ મુસમાન ધર્મ અને પ્રીસ્તિધર્મ પુનર્જન્મ માનતા નથી તેથી તેમણે માનેલો આત્મા અર્ધદગ્ધન્યાયને અનુસરે છે. જ્યારે પુનર્જન્મની સિદ્ધિ માનવામાં આવે ત્યારે આત્મા છે, પુણ્ય પાપ છે, એમ સિદ્ધ થાય છે. પુનર્જન્મ જે માનતા નથી તેનો જડવાદમાં કથંચિત્ સમાવેશ થાય છે. પુનર્જન્મ માનનારી કોમે જે જગનું ભલું કર્યું છે તેવું ભલું અદ્યાપિપર્યંત જડવાદી કોમે કર્યુ નથી. પુનર્જન્મ માનનારી કોમના રાજાઓએ જગમાં જેવી શાંતિ ફેલાવી છે તેવી કોઈ જડવાદી નૃપતિઓએ ફેલાવી નથી. પુનર્જન્મ માનનારા યોદ્ધાઓ લડાઈમાંથી પગ પાછો મૂકતા
For Private And Personal Use Only