________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्लोकः
अस्म्यहं प्रत्ययज्ञाता, जीवो भिन्नोऽस्ति देहतः । इन्द्रियाण्यपि नैवात्मा, तथैवं मनसोऽपि वै ॥४॥
શબ્દાર્થ –હું છું એવા પ્રત્યયને શાતા આત્મા છે, અને તે દેહથી ભિન્ન છે. ત્યારે શું ઈન્દ્રિયો આત્મા છે ? ઉત્તરમાં કહેવાનું કે પંચઈન્દ્રિયો પણ આત્મા નથી. તે પ્રમાણે મનનું પણ સમજી લેવું અર્થાત મન પણ આત્મા નથી. - ભાવાર્થ-હવે વિશેષ નિર્ણયથી આત્માની અસ્તિતાનું પ્રતિપાદન કરે છે. ભૂતકાળમાં છું, અને તેજ હું હાલ વર્તમાનમાં છું અને ભવિષ્યમાં પણ હોઈશ એવા પ્રત્યયનો જ્ઞાતા આત્મા છું. કોઈ આત્માને ચેતન કહે છે, કોઈ જીવ કહે છે, કોઈ હંસ કહે છે, કોઈ બ્રહ્મ કહે છે. આત્મા છું એમ જ્યારે અનુભવથી નિશ્ચય થાય છે, ત્યારે કોઈ કહે છે કે આત્મા તો છે પણ દેહને જ આત્મા માનવો જોઈએ. તેના ઉત્તરમાં કહે છે કે,
देहथी आत्मा भिन्न छे. દેહ છે તે જડ છે, સાત ધાતુથી બનેલો છે. અન્ય સાંખ્યાદિના મત પ્રમાણે પંચભૂતથી શરીર બનેલું છે. વાસ્તવિક રીત્યા દેહ એ પુલ પરમાણુ દ્રવ્યનો જથ્થો છે પુજલદ્રવ્ય જડ છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શમય છે. એક પરમાણુ પુતલદ્રવ્યમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, અને બે સ્પર્શ રહેલા છે. સડણ, પડણ, અને વિધ્વંસન સ્વભાવમય પુલ છે. માટે દેહ પણ પુતદ્રવ્ય હોવાથી તેવા સ્વભાવવાળો છે. જડમાં જ્ઞાનગુણ નથી તેથી દેહ કંઈ પણ જાણી શકતો નથી. સ્થલ દેહમાંથી આત્મા જ્યારે નીકળે છે ત્યારે દેહને બાળી નાંખવામાં આવે છે પણ તે કંઈ રસમજી શકતો નથી. આત્મા જ્યારે દેહમાં હોય છે અને તે સમયે જો દેહ ઉપર અંગારો મુકવામાં આવે તે બુમો પડાય છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે, દેહ તે આત્મા નથી, વળી દેહ તે આત્મા નથી તે સ્પષ્ટ કરે છે. પુનર્જન્મના સિદ્ધાંત નિર્ણયથી દેહથી ભિન્ન આત્મા છે એમ નિશ્ચય થાય છે. પશ્ચિમાત્ય કેટલાક વિદ્વાનો પણ હવે એમ સ્વીકારવા લાગ્યા છે કે દેહથી ભિન્ન આત્મા છે, અને તે એક શરીરમાંથી નીકળી અન્ય શરીરમાં પ્રવેશે છે. સ્થલ દેહમાંથી નીકળીને અન્ય દેહમાં જતાં તૈજસ અને કાર્મણ એ એ શરીરને લેઈ આત્મા પરભવમાં જાય છે. ઈગ્લાંડ, જર્મની, અમેરિકા વગેરેમાં હાલ કેટલાક સંસ્કારિત વિદ્વાનો દેહથી ભિન્ન આત્મા માનવા લાગ્યા છે. આર્યભૂમિમાં તો અસંખ્ય વર્ષોથી દેહથી ભિન્ન આત્મા છે એમ ઘણા લોકો માને છે.
ચી, ૨
For Private And Personal Use Only