SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) श्लोकः कोऽहमात्मा चिदालक्ष्यो, भिन्नः पुद्गलभावतः । रत्नत्रयीवरूपेण, सत्ताऽतोस्मि स्वभावतः॥३॥ શબ્દાર્થ – હું કોણ છું ? ઉત્તર-આત્મા. શાથી ઓળખાઉં છું? જ્ઞાનવડે. હું લક્ષ્ય છું? પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છું ? જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયી. વડે સત્તાથી છું? તેમજ સ્વભાવથી છું ? ભાવાર્થ – હું કોણ છું ? એમ સ્વાભાવિક વિચારતાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે. હું કોણ? ઉત્તર–આત્મા આત્મા છે એમ શાથી લક્ષ્યાય છે? પ્રત્યુત્તરમાં કહે છે કે જ્ઞાનથી સમજાય છે. અનુભવ કરતાં માલુમ પડે છે. આત્મામાં સર્વ પદાર્થો જાણવાની જ્ઞાનશક્તિ રહેલી છે, તેમજ સર્વ પદાર્થો દેખવાની આત્મામાં દર્શનશક્તિ રહી છે. પોતાના શુદ્ધ સ્વભાવે વર્તવાની ચારિત્રશક્તિ આત્મામાં રહેલી છે. એમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીવડે સત્તાથી હાલ તો આત્મા છે. જ્યારે એ ત્રણ રનનો પરિપૂર્ણ પ્રકાશ થાય ત્યારે પરિપૂર્ણ વ્યક્તિથી રત્નત્રયીરૂપ આત્મા ગણાય છે. જે જે જ્ઞાનાદિ આવરણોનો જે જે અંશે નાશ થાય છે તે તે અંશે વ્યક્તિપણાની અપેક્ષાએ હું રલત્રયીવડે યુક્ત આત્મા છું. ત્રણ કાલમાં આત્મા રત્નત્રયીથી ભિન્ન નથી. શું આ રત્નત્રયી આત્માનો સ્વાભાવિક ધર્મ છે ? આના ઉત્તરમાં સમજવાનું કે, ખરેખર આત્માને સ્વાભાવિક ધર્મ છે, વિભાવિક ધર્મ છે તે આત્માનો ધર્મ ખરેખરો નથી. સ્વાભાવિક ધર્મ આત્માનો છે તે કદી નષ્ટ થતો નથી. જે ધર્મ સ્વાભાવિક છે તે પોતાને છે, અને વિભાવિક છે તે પોતાનો નથી. રત્નત્રયી વિના જે જે અન્ય પદાર્થો છે તેમાં કંઈ આત્મત્વ નથી ત્યારે તેમાં રાચી માચી રહેવું તે કેવળ મોહબ્રાન્તિ છે. પોતાને શુદ્ધ ધર્મ ત્યાગીને જેઓ પરવસ્તુને ધર્મ આદરે છે તેઓ ત્રણ કાલમાં સુખી થતા નથી, પ્રત્યેક વસ્તુઓ પોતપોતાના ધર્મ શોભે છે; પણ પરધર્મથી શોભતી નથી. આત્માનો સ્વાભાવિક ધર્મ જે આત્મા આદરે છે તો આત્મા શોભે છે. જડ વસ્તુનો ધર્મ આદરતે છતો આત્મા જડ જેવો બને છે તેથી શોભી શકતો નથી અનાદિ કાળથી આવી અજ્ઞાનદશાના યોગે ચોરાશી લાખ જીવયોનિમાં અનંતવાર ભટક્યો ને ભટકે છે; અને ભટકશે. જ્યારે આત્મા પોતાને શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે; ત્યારે તે પરધર્મથી મુક્ત થાય છે. વિભાવિકધર્મથી મુક્ત થએલ આત્માને પરમાત્મા કહે છે. જ્યારે આત્માનું આ પ્રમાણે સ્વરૂપ છે ત્યારે તે આત્મા કોને માનવ, તેને વિશેષ વિચાર કરી નિર્ણય કરે છે. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy