________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) સશુરૂના વિનયથી જ્ઞાનદર્શન ચારિત્રની પ્રાપ્તિ થાય છે, સગુરૂ વિનયથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે, સગુરૂ વિનયથી શાસન દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેથી અનેક વિન્નોનો નાશ થાય છે, સગુરૂના ગુ
ની ભાવના કરતાં તેમના જેવા આત્મામાં સદ્ગણોની પ્રાપ્તિ થાય છે અને દુર્ગુણોનો નાશ થાય છે. મનુષ્યો પ્રેમથી જે જે વસ્તુઓને ચાહે છે તેવું પામે છે. આ ન્યાયને અનુસરીને વિચારતાં માલુમ પડે છે કે સગુરૂ તરફ સચિભક્તિ થતાં તેમના ગુણો હૃદયમાં જામે છે, અહો જગમાં સદ્ગુરુ સૂર્યની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. પંચમકાલમાં ગુરૂની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. મન, વચન અને કાયાથી સરૂને નમસ્કાર કરનારને ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય છે. સ્વાભાવિક સુખસાગર મૂર્તિની આરાધના કરતાં આત્મા પોતે સુખસાગરરૂપ થઈ જાય છે. કહ્યું છે કે, જે જેનું ધ્યાન ધરે, તે તેવો થઈ જાય. “ઈલી ભમરી સંગથી, ભમરીરૂપ સુહાય.” ગુરૂના વિનયથી શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે.
ગુરૂને આ પ્રમાણે નમસ્કાર કરી ગ્રન્થકાર યોગપ્રદીપ ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરે છે. ચોગપ્રદીપ નામનો ગ્રન્થ કરું છું, યોગનો માર્ગ પ્રકાશ કરવાને આ ગ્રન્થ, દીપકની ઉપમાને ધારણ કરે છે. હાલના કાળમાં યોગમાર્ગસંબંધી લોકોનું લક્ષ્ય વિશેષ નથી, તેથી આત્માની શક્તિનો પ્રકાશ અલ્પ દેખવામાં આવે છે. અધુના પંચમકાળમાં યોગમાર્ગનું આરાધન નિષ્કામબુદ્ધિથી કરવું એ મહાદુર્લભ છે. વ્યાવહારિક બાહ્યકષ્ટ ક્રિયાઓમાં એકાંત મગ્ન થએલા મનુષ્યો, આત્માની ઉન્નતિ કરી શકતા નથી. યોગમાર્ગથી જીવ શુકલપક્ષને અંગીકાર કરી શકે છે. “ ચાવ પક્ષીયો, શુક જકીય વિલિી રે.” આત્મા કર્મથી બંધાએલ છે માટે કર્મનો નાશ કરવા, ક્રિયાની આવશ્યકતા છે એમ જે જિનાગમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે તે શુલપાક્ષિક છે. યોગની યમનિયમાદિ ક્રિયાઓ પણ આત્માને કર્મબંધનથી મુક્ત કરવા કહેલી છે માટે તે પૂત્રસમ્મત મારફથવા ચિમો છે. તેમજ યોગમાર્ગમાં સહજમાર્ગ જ્ઞાનરૂપ છે. તેથી જ્ઞાનક્રિયારૂપ યોગમાર્ગ સદા વિજયવંત વર્તે છે. યોગદીપક ગ્રંથ વાંચી અનેક જીવો પોતાના આત્માને તારવા માટે પ્રયત્ન કરશે. તેથી આ ગ્રન્થ પોતાના સ્વરૂપમાં રમણતાના હેતુથી પોતાને અને પરને ઉપયોગી થશે એવું જાણું અત્ર તેનું કથન કરવામાં આવે છે. કિંતુ યોગની પ્રરૂપણા કરતાં પ્રથમ નાસ્તિક લોકોને ઉપદેશ આપી આત્માની અસ્તિતા પ્રશ્નપૂર્વક જણાવતા છતાં ગ્રન્થકાર કહે છે કે,
For Private And Personal Use Only