________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) તરવારની ધારની જરૂર પડતી નથી, સાપેક્ષવાદથી દરેક ધમાં કે જે દુનિયામાં પ્રવર્તે છે તેના ઉપર પણ સમભાવ આવવાથી કોઈ મનુષ્યનું બુરું કરવાની બુદ્ધિ થતી નથી. જ્ઞાનદર્શનચારિત્રની આરાધના કરવામાં મનની સ્થિરતા થાય છે. સર્વ દર્શનવાળાઓની સાથે ભ્રાતૃભાવ રહે છે. ક્રોધાદિક દોષને નાશ થતાં ચિત્તની નિર્મલતા રહે છે. હૃદયની શુદ્ધિ થતાં પરમાત્માનું યથાર્થ ધ્યાન થાય છે. અનેકાંતવાદની યથાર્થ પ્રરૂપણા કરતાં છતાં પણ એકાંતવાદ ઉપર રાગ કે દ્વેષ થતો નથી. આત્મામાં અપેક્ષાએ યજુવૈદમાં પણ બે ધર્મ સ્વીકાર્યા છે. તે તનતે તત્રહ gaછે તત્@ જ કરે જ વરે. તે બ્રહ્મ હાલે છે વ્યવહારની અપેક્ષાએ, પણ વસ્તુતઃ તે બ્રહ્મ કંપાયમાન થતું નથી. અથત હાલતું નથી આમ યજુર્વેદમાં પણ એક બ્રહ્મને બે અપેક્ષાએ કહ્યું છે. તેમજ જૈનદર્શનમાં પણ અપેક્ષાએ એકજ આત્મામાં બે ધર્મ સ્વીકારવામાં આવે છે, તેથી કોઈ જાતનો વિરોધ આવતો નથી. આત્મામાં નિત્યપણું અને અનિત્યપણું માનવામાં આવે છે,
વેદાન્તશાસ્ત્રો પ્રશ્ન અર્થાત્ આત્માને એકાંત નિત્ય જ માને છે અને આત્માના અનિત્યવાદનું એકાંત ખંડન કરે છે, તેમજ બૌદ્ધનાં શાસ્ત્રો આ ત્માને એકાંત ક્ષણિક માને છે. ક્ષણેક્ષણમાં આત્મા ઉત્પન્ન થઈ મરી જાય છે અને અન્ય આત્મા ઉત્પન્ન થાય છે. ત્રણ લોકમાં એક આત્મા હોતો નથી. લુગડાંની ઘડીઓ હોય છે તેમાં નીચેની ઘડીમાં કસ્તુરી મૂકવામાં આવે તે જેમ ઉપરઉપરની ઘડીમાં કસ્તુરીની વાસના ચાલી જાય છે, તેમ પૂર્વનો આત્મા નષ્ટ થતાં જ્ઞાનસંતતિ ઉત્તરોત્તર આત્મામાં ચાલી જાય છે, પણ એક આત્મા રહેતો નથી. વેદાન્તિયો કહે છે કે, હે બોદ્ધો ! પૂર્વના આત્માના સમાનકાળમાં ઉત્તરઆત્મા માનવામાં આવે તો વિજ્ઞાનસંતતિ ચાલી જાય. પણ ઉત્તરઆત્માની ઉત્પન્ન દશામાં પૂર્વનો આત્મા ન હોય તે વચમાં જ્ઞાનસંતતિ કોના આધારે રહી ? અર્થાત કોઈના આધારે ન રહી તેથી પૂર્વના આમાની જ્ઞાનસંતતિ ઉત્તરઆત્મામાં જઈ શકે નહીં. આ પ્રમાણે વેદાંતિચોનું બોલવું સાંભળી બૌદ્ધો કહે છે કે, તમારું કહેવું યથાર્થ નથી. કારણ કે પૂર્વેક્ષણને આત્મા જે કે ઉત્તરક્ષણ આત્માને સમાનકાલી ન હોય તો પણ પૂર્વેક્ષણ જ્ઞાનસંતતિ છે તે ઉત્તરક્ષણ આત્મામાં ચાલી જાય છે. જેમ કયારાના બીજને લાખના રંગની ભાવના દેવામાં આવે અને પશ્ચાતું તેને વાવવામાં આવે તો ઉત્પન્ન થનાર કપાસમાં રક્તતા આવે છે, ત્યારે સમજવાનું કારણકાલ ભિન્ન ઉત્તરક્ષણ કાર્યકાલ આ દષ્ટાંતમાં જોવામાં આવે છે, તેથી કારણકાર્યનો સમાન ક્ષણભાવનો નિયમ નથી. આ પ્રમાણે વેદાન્તિયો ઉત્તર
For Private And Personal Use Only