SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ક્રોધાદિ દોષોનો નાશ થવો, ખાર વર્ષપર્યંત સમભાવે ધ્યાન ધરવું, દે વતા તથા ઇન્દ્ર અને મનુષ્ય વૃન્દ્રપૂજિત છતાં એકાકીપણે વિચરવું. જે જે કર્મો ઉદયમાં આવે તે ભોગવતાં છતાં પણ સમદશા રાખવી, આ કંઈ સામાન્ય વાત નહિ. ચંડકોાશયા સર્વે કરેલ ઉપદ્રવ અને ભગવાને ચડકોશિયાને આપેલો પ્રતિબોધ; અહો સર્પ જેવા અધમ પ્રાણીને પણ તારવાને માટે ભગવાનની કેટલી દયા ! ! ! આવા ઉત્તમ તીર્થંકર જ્યારે નાતજાતનો ભેદ રાખ્યા વિના સર્વ આત્માઓને એકસરખા માની ઉપદેશ આપે. તે વખતે વેદધર્મ માનનારાઓ પણ ભગવાનનો કહેલો ધર્મ સ્વીકારે એમાં શું આશ્ચર્ય ? ધ્યાન ધરતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ, તીર્થકર નામકર્મનો ઉદય, સમવસરણમાં બેસીને આપેલો ઉપદેશ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ ચાર વર્ગ સ્થાપવાનો અત્યુત્તમ સત્ય ઉદ્દેશ, ત્રીસ વર્ષપર્યંત ગામોગામ ફરીને આપેલો સદુપદેશ. તેમના ગણધરો પ્રતિ આપેલી શિક્ષા, તેમનો સોળ પ્રહર સુધી અંતિમ ઉપદેશ, અંતે શરીરને છોડી સિદ્ધમાં જવું. ચતુર્વિધસંઘની વ્યવસ્થાવર્તનસ્થિતિ, ઇત્યાદિ શ્રી મહાવીરસ્વામીનું ચરિત્ર સ્મરણ કરતાં સ્મૃતિમાં આવે છે. તેમના ગુણોમાં તન્મય થએલો . આત્મા અંતે ભગવાન્ જેવો થાય છે. શ્રી મહાવીરનું નામ વાંચતાં, સાંભળતાં તુરત તેમનું ચરિત્ર મનમાં ખડું થાય છે, તેમજ શ્રી વીરપ્રભુની મૂર્તિ જોતાં તુરત તેમનું ચરિત્ર મનમાં ખડું થાય છે. માટે ભગવાનના નામ નિક્ષેપ, તથા તેમની મૂર્તિદ્વારા, ભગવાના ગુણોનું સ્મરણ કરતાં આત્મા તે પરમાત્માના ગુણોને પ્રાપ્ત કરે છે; માટે ગ્રન્થારંભે આદ્યઆસન્નોપકારી શ્રી વીરપ્રભુનું સ્મરણ કરી નમસ્કાર કરવો એ અત્યંત હિતકર છે. મંગલાચરણમાં સત્યદેવનું સ્વરૂપ બતાવ્યું, હવે દ્વિતીય શ્લોકમાં ગુરૂનું સ્વરૂપ અતાવી તેમને નમસ્કાર કરે છે. દેવને નમન કર્યા આદ ગુરૂને નમન કરવું જોઇએ માટે હવે ગુને નમન કરે છે. द्वितीयश्लोकः सद्गुरुपूज्यमानम्य - स्वाभाविक सुखोदधिम् । सर्वकर्मनिवृत्यर्थं - करोमि यौगदीपकम् ॥ २ ॥ અર્થ:—સદ્ગુરૂઓમાં પૂજ્ય, સ્વાભાવિક સુખના સાગર એવા શ્રી સુખસાગર ગુરૂને નમસ્કાર કરીને સર્વ કર્મના નાશમાટે યોગદીપક નામનો ગ્રંથ કરૂં છું. ભાવાર્થ:-સદ્ગુરૂઓમાં પૂજ્ય એવા સ્વાભાવિક સુખના સાગરભૂત એવા શ્રીસુખસાગર ગુરૂને નમસ્કાર થાઓ. સદ્ગુરૂઓમાં પૂજ્ય એ વિશેષણથી ગુરૂના સદ્ગુણોની મહત્તા દર્શાવી છે. સર્વ સદ્ગુરૂઓમાં પૂજ્યતાને For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy