________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર પ્રભુ સિદ્ધ કરે છે માટે અમો તેમને દેવ માની નમસ્કાર કરીએ છીએ એમ મૂલ શ્લોકમાં જણાવ્યું છે.
ચાર અતિશયયુક્ત એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરવાથી શું ફળ? તેના પ્રત્યુત્તરમાં જણાવે છે કે, શ્રીમદ્ભગવાન મહાવીરે જે જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કર્યા છે તે ગુણ પ્રાપ્ત કરવા લેખકની તીવેચ્છા છે. ઉત્તમ ગુણને નમસ્કાર કરતાં આત્મામાં વિનયગુણની જાગૃત થાય છે અને તેથી વિનયના પ્રતાપે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. નમસ્કાર કરતાં મન, ભગવાનના ગુણે સન્મુખ થાય છે તેથી સહેજે પાપના વિચારોનો નાશ થાય છે. મન, વચન અને કાયાથી ભગવાન તરફ આત્મા વળતાં આત્મા તે પરમાત્મા બને છે. ઉત્તમના ગુણોને ગાતાં, મનન કરતાં, તેવા ગુણો પોતાનામાં સત્તામાં રહેલા છે તે પ્રગટે છે. માટે ભગવાન આદિ ઉત્તમ પુરૂષોને નમસ્કાર કરવામાં મોટું ફળ છે. ભગવાનના જેવા સદુગુણો પ્રાપ્ત કરવા માટે ભગવાનને નમસ્કાર કરવો જોઈએ. શ્રી મહાવીર સ્વામીના ચાર નિક્ષેપ, જગતને અત્યંત ઉપકારી છે. શ્રી મહાવીર નામ, શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ, દ્રવ્યમહાવીર, અને સમવસરણમાં બેઠેલા શ્રી મહાવીર, આ ચાર નિક્ષેપાયુક્ત મહાવીરને નમસ્કાર કરવાથી તથા તેમનું ધ્યાન ધરવાથી, આત્મા સર્વ દોષોનો નાશ કરી પોતે મહાવીર થાય છે. શ્રી મહાવીરસ્વામીનું જીવનચરિત્ર વિચારતાં હેમના સગુણ તરફ શિધ્ર આત્મા આકર્ષાય છે. બાલ્યાવસ્થામાં દેવતાઓની સાથે રમવામાં નીડરપણું, યોગ્ય વચ્ચે લગ્ન, તેમાં પણ પ્રારબ્ધયોગે ભોગ ભોગવતાં ભગવાન અન્તરથી ન્યારા રહ્યા. બાલ્યાવસ્થાથી ત્રણ જ્ઞાન છતાં ગંભીરપણું, માનરહિત દશા, ઉપકારાદિ ગુણોએ શોભિતપણું, સર્વ જીવોનું ભલું કરવાની બુદ્ધિ, કામચેષ્ટાની રમતગમતનો ત્યાગ, માતપિતાની મરજી સાચવવી, માતાનું મન દુખાય નહિ માટે માતાના ઉદરમાં કરેલી પ્રતિજ્ઞા, પોતાની સ્ત્રી સાથે પણ સગુણોથી વર્તન, માતાપિતાનું સ્વર્ગગમન થયા બાદ દીક્ષા લેવાની તીવ્ર પ્રતિજ્ઞા, તેમ છતાં મોટાભાઈના આહે બે વર્ષ ગૃહસ્થાવાસમાં રહેવું હાલના કાળમાં કેટલાક મોટાભાઈની આજ્ઞા માનતા નથી; પણ શ્રી મહાવીર તો સર્વ ગુણોએ મોટાભાઈ કરતાં ઉત્તમ હતા તેમ છતાં તેમને આગ્રહ સાચવ્યો એ કંઈ ઓછી વાત નથી. સંસારમાં સર્વ પ્રકારનાં પૌલિક સુખ છતાં સત્યસુખાર્થ દીક્ષાનો પરિણામ, દીક્ષા વખતે તેમના ઉત્તમ વૈરાગ્યના વિચારો, સાંસારિક સુખ ઉપરથી ચિત્ત ઉઠાડી દીધું, સર્વ જીવોને પોતાના આત્માસમાન માની સર્વ જીવોને નહિ હણવાની પ્રતિજ્ઞા, સર્વ પરવસ્તુઓથી વિરામ પામવાની પ્રતિજ્ઞા, દીક્ષા લીધા બાદ અઘોરવનમાં જઈ ધ્યાન ધરવું, દેવતાઓ તથા મનુષ્યોના ઉપદ્રવે સહન કરવા,
For Private And Personal Use Only