________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) ભાવાર્થ:-શ્રાવકાવસ્થામાં રહેલો એવો શ્રાવક, પોતાનાં વ્રત આદિ સ્વધર્મ ન પાળે અને તે મિથ્યાત્વદશારૂપ પરધર્મ પાળે તો શ્રેષ્ઠ નથી. તેમજ તે શ્રાવકપણામાં સાધુનો વેશ પહેર્યાવિના સાધુપણાની ક્રિયાઓ કરે અને પિતાનો શ્રાવકનો આચાર ન પાળે તે તે ગૃહસ્થ દશાના કાલમાં શ્રેષ્ઠ ગણાતો નથી, કારણ કે શ્રાવકે શ્રાવકાવસ્થામાં શ્રાવકના જે જે ધર્મો કહ્યા હોય તે પાળવા જોઇએ. ગૃહસ્થ શ્રાવક વેષે સવા વિસવાની દયા પાળી શકાય છે, તેના ઠેકાણે ગૃહસ્થ શ્રાવકાવસ્થામાં શ્રાવકનું કર્તવ્ય છોડીને સાધુનો વેશ પહેર્યાવિના સાધુની પિંઠે ગોચરી વિહાર વગેરે આચરણને કરે તો તે શ્રાવકપણામાં પણ ગણાતો નથી અને સાધુના વેષવિના સાધુપણમાં પણ ગણાતો નથી. શ્રાવકે જે સાધુની પેઠે વર્તવું હોય તે તેણે ગૃહસ્થનો વેષ ત્યજીને સાધુનો વેષ પહેરવો જોઈએ. શ્રાવકે ગૃહસ્થાવાસમાં ધર્મ, અથ, કામ અને મોક્ષ એ ચારે વર્ગનું આરાધન કરે છે. ગૃહસ્થષમાં, પ્રભુપૂજા, સાધુદાન, આવશ્યક, કપાલે તિલક ધારણ કરવું, વગેરે આચારો શોભી શકે છે, તેમજ સાધુના સંપૂર્ણ આચારો, ગૃહસ્થષમાં શોભી શકતા નથી, માટે ગૃહસ્થપના કાલની અપેક્ષાએ શ્રાવકો પોતાના સૂત્ર કથિત ધર્માદિ આચારોવડે જેવા શ્રેષ્ઠ છે, તેવા સાધુરૂપ પરધર્મના આચારોવડે ગૃહથપણામાં શ્રેષ્ઠ નથી; તેમજ સાધુનો વેષ ધારણ કરનાર સાધુઓનો સાધુધર્મ એ સ્વધર્મ કહેવાય છે અને સાધુવતરૂપ સ્વધર્મની અપેક્ષાએ શ્રાવકધર્મ એ પરધર્મ કહેવાય છે. સાધુઓ પોતાના સાધુત્રતરૂપ ધર્મમાં ઉત્તમ છે તેવા સાધુના વેષે પર એવો શ્રાવકનો આચારરૂપ ધર્મ પાળવામાં ઉત્તમ નથી. જૈનધર્મ એ સાધુ અને શ્રાવકનો સ્વધર્મ કહેવાય છે, જે જે કાલમાં યોગ્યતાએ જે ધર્મ આદર્યો હોય તે તે તે કાલમાં સ્વધર્મ કહેવાય છે, તેની અપેક્ષાએ આ વ્યાખ્યા સમજવી. વ્યવહાર અને ગુણઠાણાની અપેક્ષાએ તો શ્રાવકના સ્વધર્મ કરતાં સાધુને સ્વધર્મ અનન્તગુણ ઉત્તમ છે. અધિકારથી ભ્રષ્ટ એવો સાધુ તે સાધુન ધર્મમાં શ્રેષ્ઠ નથી અને ગ્રતાદિ અધિકારથી ભ્રષ્ટ એવો શ્રાવક તે શ્રાવકરૂપ સ્વધર્મમાં શ્રેષ્ઠ નથી એવો સારાંશ ગ્રહણ કરવો. ગૃહસ્થ શ્રાવકના આચારો અને સાધુધર્મના આચારોવડે પરસ્પર ભિન્નપણું પડે છે. ગુણસ્થાનકની અપેક્ષાએ પણ ભિન્નપણું કરે છે. માટે અધિકારીની અપેક્ષાએ બોધ દેવો જોઈએ. જે જીવ, જે અધિકારી હોય તેને તેવા પ્રકારનો ઉપદેશ દેવો જોઈએ. યોગ્યતા જોઈ ઉપદેશ કરવો જોઈએ, યોગ્યતા તપાસ્યાવિના બોધદેવાથી વક્તાને અને શ્રોતાને ઉલટો કલેશ થાય છે. અમુક મનુષ્ય અમુકપત સમજી શકે છે, તો હેને હવે અમુક તત્ત્વ સમજાવવું જોઈએ, પહેલી ચોપડીનો જે અધિકારી હોય તેને સાતમી ચોપડીનો બોધ દેવામાં આવે તો તેમાં કહેનાર અને
For Private And Personal Use Only