________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮) રાખતા નથી. જડ પદાર્થોની તૃષ્ણા તેઓ રાખતા નથી. કારણ કે જડ પદાર્થો પૌલિક સુખ દેવા સમર્થ છે, પણ આત્મિક નિત્ય સુખ દેવા સમર્થ નથી. જે મૂઢ મનુષ્ય છે તે ભ્રમિતવતું બાહ્યલક્ષ્મી તરીકે કહેવાતા પદાર્થોની પ્રાપ્તિ માટે દોડદોડતા કરી મૂકે છે. બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે અમુક મનુષ્યોને ઘાત કરે છે, સંતાપે છે, પીડે છે, અનેક પ્રપંચો કરે છે અને કોઈનું સુંદર શરીર દેખી મુંઝાય છે. લલનાઓના શરીરમાં રાગ કરે છે પણ અને ઝાંઝવાના જલની પેઠે હાય! કંઈ સુખ મળ્યું નહીં, અને કંઈ રહ્યું નહીં, એવા નિરાશાના ઉદ્દગાર કાઢે છે; છેવટ તેને સમજાય છે કે અરે મેં જે પદાર્થો માટે મહેનત કરી અને તે પદાર્થોને ભેગા કર્યા પણ તે ખરૂં સુખ આપવા સમર્થ નથી. જે જડ પદાર્થમાં સુખની બુદ્ધિથી અત્યંત મમત્વ ધારણ કરે છે, તે ગમે તેવો વિદ્વાનનો પ્રોફેસર હોય, ગમે તેવો રાજા હોય તો પણ તે મેહબુદ્ધિયોગે મૂઢ ગણાય છે. આત્મામાં જેણે સુખનો નિશ્ચય કર્યો હોય છે, તેવા પુરૂષો અધિકાર અને શક્તિ પ્રમાણે ગૃહસ્થ ધર્મને અગર સાધુધર્મને અંગીકાર કરે છે. જડ વસ્તુઓના સંબંધમાં આવે છે પણ તેઓ તેમાં સત્ય સુખની બુદ્ધિ માની લેતા નથી. જ્ઞાની અને અજ્ઞાનિની દ્રષ્ટિનું ઉપર પ્રમાણે તારતમ્ય જણાવીને હવે સ્વધર્મ અને પરધર્મને શ્રેષ્ઠત્વ જણાવે છે. જ્ઞાનષ્ટિ જણાવી પણ જ્ઞાન પામતાં છતાં પણ કંઈ સર્વના એકસરખા અધિકાર રહેતા નથી; કેઇ શ્રાવકને ધર્મ અંગીકાર કરે છે અને કેઈ સાધુને ધર્મ અંગીકાર કરે છે, માટે અવસ્થાભેદે અધિકાર
ભેદ હોય છે, તેથી શ્રાવક અગર સાધુની ભિન્ન અધિકારદશાના
ત્યાગભેદે શ્રેષ્ઠવ, અશ્રેછત્વ, અને એ સ્વાભાવિક છે તેથી તેને પ્રસંગાનુસારે જણા
શ્નો:. એEા સર્વે ધર્મ, પરધર્ષે તાદશા |
अधिकारिवशादोधो, ह्यधिकारिवशाक्रियाः॥ ९९॥ શબ્દાર્થ –સર્વે સ્વધર્મમાં શ્રેષ્ઠ છે, પરધર્મમાં તેવા નથી. અધિકારી વશથી બોધ અને અધિકારી વશ થીજ ક્રિયા કહેવાય છે.
For Private And Personal Use Only