________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭ )
अन्तर्दृष्टिथी नित्यसुखनो निश्चय थाय छे.
આત્મામાં જોવાની દૃષ્ટિને અન્તર્દૃષ્ટિ કહેવામાં આવે છે. અન્તર્દ્ગષ્ટિથી આત્માને પોતાના સુખનો નિર્ધાર થાય છે અને સુખનો અનુભવ આવે છે. આત્મા પોતાની આત્મતૃષ્ટિથી જીવે છે તો તેને એમ લાગે છે કે પોતાનામાં સુખ છે. યોગિયો ગુફાઓમાં અન્તર્દ્રષ્ટિના પ્રતાપે સુખનો આસ્વાદ કરતા પડી રહે છે, માટે આત્મજ્ઞાનદ્ગારા અન્તર્દષ્ટ કરવાની અત્યંત આવશ્યકતા છે. અન્તર્દૃષ્ટિથી પરા મુખ થએલો સ્વમિષ્ટાન્ન જમણની પેઠે આહ્ય પદાર્થોથી કદી સુખ પામીને ઠરતો નથી, એમ સર્વત્ર અનુભવથી પણ જણાય છે.
જડામાં મુખધર્મ નથી તેથી, જડ પદાર્થોથી કદી ખરૂં સુખ પ્રાપ્ત થતું નથી, મઢ મનુષ્યોનેજ જામાં સુખની બુદ્ધિ રહે છે, એમ પ્રસંગત: જણાવે છે.
રોજ
शर्मधर्मो न यस्याऽस्ति, नैवास्ति शर्मवेत्तृता । कुतस्तादृगजडे शर्म, मृदस्तत्र प्रधावति ॥ ९८ ॥
શબ્દાર્થ:—જે જડનો શર્મ (સુખ) એ ધર્મ નથી અને જે જડમાં સુખને જાણવાની શક્તિ નથી, એવા પ્રકારના જડ પદાર્થમાં ક્યાંથી સુખ હોય ? અલબત ન હોય. મૂઢ મનુષ્ય, તેવા જડ પદાર્થમાં દોડે છે, અર્થાત્ જડ પદાર્થાને સુખની બુદ્ધિથી ભેગા કરે છે.
ભાવાર્થ:—જ્ઞાન, દર્શન, આનન્દ એ આત્માના ધર્મ છે, જડમાં સા નાદિ ગુણો કદાપિકાળે રહેતા નથી. જડમાં જડપણું છે. પૌલિક જડ પદાર્થોમાં સુખ નથી અને તે સુખ ધર્મને જાણી પણ શકતા નથી. આજ સુધી કોઇ પૌલિક જડ પદાર્થોથી ખરૂં સુખ પામ્યો નથી અને કોઈ પામનાર નથી. કરોડાધિપતિયો, રાજાઓ, બાદશાહો, શહેનશાહો, જડ પદા થંથી આજ સુધી કોઈ સુખી થયા નથી. કરોડાધિપતિયોના મનમાં અનેક પ્રકારનાં દુઃખો ઉત્પન્ન થાય છે. તે જ્યાં ત્યાં સુખને માટે દોડદોડા કરે છે, પણ તેઓને ચિન્તા, શોક, તૃષ્ણા, રોગ, વૈર અને લોભ વગેરે દોષો દુઃખના સાગરમાં પટકે છે. બહાર્થી તેઓ અજ્ઞાન નિર્ધનોની દૃષ્ટિમાં સુખી ભાસે છે; પણ જ્ઞાનિયો તો તેઓનું હૃદય જોઈ શકે છે અને તેથી તેઓને દુઃખાધિપતિ વગેરે ઉપનામોથી ઓળખે છે. રાજાઓની અને શહેનશાહોની પણ જ્ઞાનિયો દુ:ખી દશા જોઈ શકે છે અને તેથી જ્ઞાનિ પુરૂષોને તેવાઓની જીંદગીનું કંઇ મહત્ત્વ જણાતું નથી, તેથી તેવાઓની તેઓ પરવા પણ
For Private And Personal Use Only