________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) કરતું નથી. પોતાનું કર્તવ્યકાર્ય સદાકાળ કરતો જ રહે છે. સાંસારિક પદાર્થોમાં હું અને મારું કપતો નથી, છતાં ગૃહસ્થધર્મને યોગ્ય એવા પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. સદાકાળ સત્યનો પક્ષ કરે છે અને અસત્યને અસત્ય તરીકે માને છે. સદાકાળ ગૃહસ્થ શ્રાવક, ગુણાનુરાગ દૃષ્ટિને ધારણ કરે છે. ધર્મની ઉન્નતિ માટે અનેક પ્રકારનાં દુઃખો વેઠીને પણ જીંદગીનો ભોગ આપે છે. અનેક પ્રકારનાં અપમાન, અપયશ, વગેરે સંકટોને પણ સહન કરી પોતાનું કાર્ય કરતો રહે છે, કદાપિ કાળે બીકણની પેઠે પાછો પગ ભરતો નથી. સંસારમાં અહમમત્વથી બંધન છે, તે વિના અન્તરંગ કોઈ બંધન નથી એમ જાણે છે. સમ્યગદ્રષ્ટિ આત્માની દશા બતાવે છે.
श्लोकाः रागद्वेपादिसंयुक्तं, मनः संसार उच्यते । रागद्वेषवियुक्तत्वात् , मनो मोक्षस्य कारणम् ॥ ८६ ॥ यावन्तो मोहसम्बन्धा-स्तावन्तो दुःखहेतवः। स्वग्नेऽपि दुःखदावाग्नि-रहो मोहस्य चेष्टितम् ॥ ८७ ॥ क्षणिकेषु पदार्थेषु, औदासीन्यं प्रवर्त्तते । रागादि हेतवो ये ये, तेते वैराग्यहेतवः ॥ ८८॥ सर्वे बन्धुसमा जीवा, न मे वैरी न मे प्रियः। शुद्धानन्दस्वरूपोऽहं, निराकारस्वरूपवान् ॥ ८९॥
શબ્દાથે:–રાગદ્વેષ સંયુક્ત મન જ સંસાર છે. રાગદ્વેષના વિયોગથી મનજ મોક્ષનું કારણ છે. જેટલા મેહના સંબંધો છે તેટલા દુઃખના હેતુઓ છે. અહો ! મેહનું કેવું ચેષ્ટિત છે કે જેથી સ્વમમાં પણ દુઃખદાવાગ્નિ ભાસે છે. જ્ઞાનવંત આત્માર્થીને ક્ષણિક પદાર્થોમાં ઔદાસીન્ય ભાવ રહે છે. અને જે જે રાગાદિ હેતુઓ છે તે તે જ્ઞાનીને, વૈરાગ્યના હેતુઓ પણે પરિણમે છે. જ્ઞાનને સર્વ જીવો પોતાના બધુસમાન ભાસે છે; તેના મનમાં એમ આવે છે કે મહારો કોઈ વૈરી નથી અને મહારો કોઈ પ્રિય નથી; હું શુદાનન્દસ્વરૂપમય છું, તેમજ નિરાકાર સ્વરૂપવંત છું, એમ આત્મજ્ઞાની વિવેકથી વિચારે છે.
| ભાવાર્થ:–સમ્યગ્ર દૃષ્ટિ જીવ, વિચારે છે કે મનમાં રાગદ્વેષ જ્યાં સુધી ઉત્પન્ન છે ત્યાં સુધી જ સંસાર છે. જ્યારે મનમાંથી રાગ અને દ્વેષનો ક્ષય થાય છે, ત્યારે તે મનજ મોક્ષના હેતુભૂત થાય છે. રાગદ્વેષ રહિત મનવડે, આત્મા તથા પરમાત્માનું ધ્યાન થાય છે. નિષિ થએલો સર્પ જેમ કોઈને
For Private And Personal Use Only