________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરર ) ત્યાં સુધી કુટુંબાદિનું પોષણ કરે છે, ધનાદિક માટે અનેક પ્રકારના વ્યાપાર વગેરે કરે છે, સંસાર વ્યવહાર પ્રમાણે પોતાનો અધિકાર સચવાય તેમ વર્ત છે, પણ કુટુંબાદિમાં અહં અને મમત્વથી બંધાતું નથી; સંસારમાં તેનું જીવન ખરેખર આદર્શ પુરૂષની પેઠે સર્વ લોકોને અનુકરણીય થઈ પડે છે. સમ્યવ્રુષ્ટિ મનુષ્ય અહં અને મમત્વભાવવિના જગતનાં કાર્યો ગૃહસ્થના અધિકાર પ્રમાણે કરે છે અને લોક વિરૂદ્ધને ત્યાગ કરે છે. ગ્રહસ્થાવાસમાં રહેલ સમ્યગદ્રષ્ટિ મનુષ્યનાં નીચે
પ્રમાણે લક્ષણે છે. ૧ જેમ ધાવમાતા બાળકને રમાડે છે પણ તેમાં લેપાતી નથી, તેમ
ગૃહસ્થવર્ગ, સંસારનાં વ્યાવહારિક કૃત્યો કરે છે તો પણ તેમાં હું
મમત્વથી લેપાતો નથી. ૨ ગૃહસ્થના અધિકાર પ્રમાણે જે જે કૃત્ય કરવાનાં હોય છે તે કરે
છે અને ગૃહસ્થપણાના દરજજાને શોભાવે છે. ૩ ગ્રહણ કરેલ વ્રતનું યથાશક્તિ આરાધના કરે છે. ૪ દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વોનું સારી રીતે જ્ઞાન સંપાદન કરે છે. ૫ જૈન ધર્મનાં તત્ત્વોને જગતમાં ફેલાવો કરે છે. સર્વ મનુષ્યોને છે
તાના બંધુસમાન ગણીને તેઓના આત્માનો ઉદ્ધાર કરવા પ્રયતકરે છે. ૬ સાધુવર્ગની યથાશક્તિ ભક્તિ કરે છે. ધર્મ માટે પ્રાણની પણ
દરકાર કરતો નથી. છે કોઈની પ્રાણ પણ નિન્દા કરતો નથી. પ્રાણને પણ ગંભીર
ગુણનો ત્યાગ કરતો નથી. ૮ ધર્મને ફેલાવો કરવા માટે તન, મન, પ્રાણ અને ધનની આહુતિ
આપે છે. ૯ અહર્નિશ સાધુના ગુણોને પ્રાપ્ત કરવા ભાવના ભાવ્યા કરે છે અને
અવસર આવે સાધુ પણ બને છે. ૧૦ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું પરસ્પર એકબીજા
વર્ગને બાધ ન આવે તેવી રીતે આરાધના કરે છે. ૧૧ પોતાનો અધિકાર તપાસી પ્રવૃત્તિ કરે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
અને ભાવને સારી રીતે જાણી શકે છે અને ધર્મ પુરૂને ધર્મનું પૂર્ણ રહસ્ય આપે છે, આ પ્રમાણે લક્ષણોને ધારણ કરે છે. જલમાં કમલ રહે છે પણ જેમ નિર્લેપ રહે છે તેમ સર્વ કાર્યો કરતાં નિર્લેપ રહે છે તે સાત મળતાં હર્ષને કર નથી અને દુઃખની વેળામાં શોક
For Private And Personal Use Only