________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) કિયાઓ ગમે તેવી હોય તો પણ સાધુ અગર શ્રાવકને ઘણું નિર્જરા થાય છે તો પણ કોઈ જીવની હિંસાનું પાપ લાગે તેમ છે, પણ ઘણો લાભ અને અલ્પહાનિ જેમાં હોય તે ક્રિયા કરવા યોગ્ય છે, એમ હરિભદ્રસૂરિએ પૂજા ષોડશકમાં ફૂપના દુષ્ટાન્તથી દર્શાવ્યું છે. બાહ્યધર્મ ક્રિયાઓમાં હિંસા કરતાં ધર્મને લાભ વિશેષ છે. જ્યારે આમ છે ત્યારે આવી બાહ્ય ધાર્મિક ક્રિયારૂપ હઠયોગ કરવો કે નહીં કરવો? એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આના ઉત્તરમાં પાપ મુક્ત ક્રિયાઓ હઠયોગની કરવી, એમ જે કહેવામાં આવે તો સામું જણાવવાનું કે ધર્મની બાહ્ય ક્રિયાઓ કોઈ પણ એવી નથી કે જેનાથી વાયુકાય વગેરેની હિંસાનું પાપ લાગ્યાવિના રહે, ત્યારે શું કરવું? ઉત્તરમાં કહેવાશે કે રાજયોગનું સાધ્ય લક્ષ્યમાં રાખીને હઠયોગની ક્રિયાઓ કરવી. આના ઉત્તરમાં પણ એમ તો રહેવાનું કે પાપ મુક્ત ક્રિયા કરવાની મૂળ
લોકમાં ભલામણ છે અને તમે તો ધર્મની બાહ્ય ક્રિયાઓ કે જે પાપયુક્ત છે તેને બતાવે છે, તેથી તમારો ઉત્તર મૂળ લોકથી વિરૂદ્ધ જાય છે તેનું કેમ ? આમ શકાળની શંકાના સમાધાનમાં કહેવાનું કે, શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે જેમાં લાભ મહાન છે અને હિંસા અપ છે એવી ધર્મની બાહ્ય ક્રિયાઓને વ્યવહારથી પાપ મુક્ત ક્રિયાઓ કહેવામાં આવે છે અને જે ક્રિયાઓમાં મોટા ત્રસ જીવોની હિંસા ઘણી થાય છે અને રાજયોગરૂપ આત્મિક ધર્મનો લાભ અલ્પ પણ થતો નથી, તેવી હઠયોગની ક્રિયાઓને પાપયુક્ત કહી છે; આ પ્રમાણે જોતાં, યમ, નિયમ, આસન, પ્રાણાચામ, ધર્મના માટે ચાલવું, બેસવું, ઉઠવું, વિહાર કરવો, ખાવું, પીવું, ઝાડે જવું, પેશાબ કરવો, યાત્રા કરવી, પ્રતિક્રમણ કરવું, આસનો સાધવાં, ઉપદેશ દેવો, જ્ઞાન માટે ક્રિયાઓ કરવી, દર્શન માટે જે જે ઉદ્યો કરવા, આત્મિક ચારિત્રમાટે જે જે ઉદ્યમી કરવા, વૈયાવચ્ચ કરવી, ગુરૂને પગે લાગવું અને આહાર વગેરેનું વહોરવું, ઇત્યાદિ હોગની ક્રિયાઓને પાપમુક્ત ક્રિયાઓ-અપેક્ષાએ–કહેવામાં આવે તો તેમાં કોઈ જાતનો વિરોધ - વતો નથી. ગમે તેવો સાધુ હોય તે પણ બેઠાં બેઠાં પણ કાયયોગ વડે શરીરથી તેને વાયુકાયની હિંસા લાગે છે, પણ તે સર્વે સહજ ધર્મરૂપ સાધ્ય માટે હોવાથી કોઈ જાતનો વિરોધ આવતો નથી. આ સંબંધીમાં ઘણું કહેવાનું છે અને આની ચર્ચામાંજ એક ગ્રન્થ બની જાય તેમ છે, પણ પંડિત પુરૂષમાટે આ લેખ હોવાથી તેઓ અલ્પ લેખથી ઘણું સમજશે એનું રણ વિસ્તારથી લખ્યું નથી.
ગીતાર્થ અર્થાત મૂર્ખપુરૂષો કે જેઓએ યોગી ગુરૂકુળવાસ સેવ્યો નથી એવા અર્ધ દગ્ધ મનુષ્યો આવી બાબતમાં મુંઝાય છે. જેઓ એકાન્ત અને મુક આમજ છે અને આમ નથી, એવો એકાન્તવાદ ધારણ કરે છે તેઓના હાથમાં કંઈ પણ આવતું નથી અને તેઓની રગતિ કરનાર પણ ભ્રષ્ટ થાય
For Private And Personal Use Only