________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) અને ઉઠવું, પ્રભુની દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કરતી વખતે શરીરની થતી ક્રિયાઓ, દેવતાનું આવાહન અને પ્રદક્ષિણા દેવી, વગેરેનો હયોગમાં સમાવેશ થાય છે. અન્યદર્શનમાં, બસ્તી, નિલીકર્મ, વગેરેને હોગમાં સમાવેશ થાય છે. હઠયોગવિના રાજયોગની પ્રાપ્તિ થતી નથી, એમ જોવામાં આવે છે.
જ્ઞાનાવરણીય કર્મનો થોપશમ, દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ, મેહનીય કર્મનો ઉપશમ અને ક્ષયોપશમ, આદિનો રાજયોગમાં સમાવેશ થાય છે. શબ્દનાય આદિ નવડે મનાતા ધર્મને રાજયોગમાં સમાવેશ થાય છે. સમક્તિ દર્શનનો રાજયોગમાં સમાવેશ થાય છે. કષાયોનો ઉપશમ આદિનો રાજયોગમાં સમાવેશ થાય છે. શરીર અને વાણદ્વારા થતી ક્રિયા
ઓનો હઠયોગમાં સમાવેશ થાય છે. સાધુ અને શ્રાવકની બાહ્યધર્મની ક્રિયાઓને હઠયોગમાં સમાવેશ થાય છે. ઉદ્યોગ સાધનરૂપ છે અને રાજયોગ સાધ્યરૂપ છે, પણ સૂચના કે સાધ્યના ઉપયોગ સાધનની સફલતા થાય છે. આપયોગશૂન્યતાએ બાહ્યધર્મની ક્રિયાઓ કે, જે સાધુ અને શ્રાવકો કરે છે, તેની તહેતુ અને અમૃતના ભાવત્રિના સફલતા થતી નથી. આમધર્મનું પરિપૂર્ણ જ્ઞાન કરતાં રાજયોગની દૃષ્ટિ ખુલે છે અને તેથી હઠયોગની પ્રવૃત્તિ પણ સફલ થાય છે. હઠયોગની ક્રિયાઓ જે પાપથી રહિત હોય તેને સાધવી જોઈએ ત્યાદિ પ્રસંગત: દર્શાવે છે.
કોઇ पापमुक्तक्रियायुक्तो हठः साध्यो विचक्षणः ।
अगीतार्था विमुह्यन्ति, एकान्तपक्षधारकाः ॥ ८१ ॥ શબ્દાર્થ -પંડિતોએ પાપથી મુક્ત એવી ક્રિયાયુક્ત, હઠયોગ સાધવા યોગ્ય છે, એકાન્ત પક્ષધારક અગીતાર્થ પુરૂષો હઠયોગ અને રાજયોગના સ્વરૂપમાં મુંઝાય છે.
ભાવાર્થ-આ લોકનો અર્થ સાધુઓને આશ્રયી છે. પાપથી રહિત હઠયોગની ક્રિયાઓ સાધવા યોગ્ય છે; સર્વ પ્રકારના પાપથી રહિત કોઈ પણ ધર્મની બાહ્ય ક્રિયાઓ જણાતી નથી, ઉઠવામાં વાયુકાયના જીવની હિંસા થાય છે તેથી પાપ લાગે છે, બેસવામાં તેવી જ રીતે પાપ લાગે છે, ખમાસમણું દેવામાં પણ પાપ લાગે છે કારણ કે તે વખતે પણ કાયયોગ વડે વાયુકાયની હિંસા થાય છે, વિહારમાં વાયુકાય અને ત્રસ કાયની હિંસા પ્રાયઃ થાય છે, આ પ્રમાણે રચંડિલ (ઝાડે) જતાં પણ હિંસા થાય છે, પેશાબ કરતાં પણ હિંસા, ખાતાં પણ હિંસા, હાથ, પગ હલાવતાં પણ હિંસા, ધર્મની બાહ્ય
ચો૦ ૨૮
For Private And Personal Use Only