________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧
)
કરોએ આત્મામાંજ સુખનો નિશ્ચય કરી આમધ્યાન ધર્યું હતું અને તેથી પરિપૂર્ણ સહજસુખને પામ્યા હતા. આપણે પણ તે પ્રમાણે આત્મામાં જ સત્ય સુખનો નિશ્ચય કરવો જોઈએ અને સત્ય સુખની પ્રાપ્તિ માટે આત્મામાંજ લક્ષ્ય રાખવું જોઈએ. આત્મસુખની પ્રાપ્તિ માટે કયા ઉપાયે આદરવા જોઇએ
તે બતાવે છે.
बाह्यवृत्तिं परित्यज्य, आत्मा ध्येयो विवेकतः। नाभिहृद्भालरन्ध्रेषु, स्थानेषु ध्येयधारणा ॥ ७६ ॥ पट्चक्रं द्रव्यभावाभ्यां, साध्यं चित्तसमाधये । ब्रह्मरन्ध्रे स्थितिं कृत्वा, आत्मा ध्येयः सनातनः ॥ ७७ ॥ શબ્દાર્થ –બાહ્યવૃત્તિનો ત્યાગ કરીને વિવેકથી આત્માજ ધ્યેય તરીકે ધાર. નાભિ, હૃદય, ભાલ અને બ્રહ્મરન્દ્રમાં આમરૂપ ધ્યેયની ધારણા ધારવી. દ્રવ્યથી અને ભાવથી ચિત્તની સમાધિ માટે ષક સાધવા યોગ્ય છે. છેવટે બ્રહ્મરામાં ચિત્તવડે સ્થિરતા કરી સનાતન આત્માને જ ધ્યેયરૂપે ધારો.
ભાવાર્થ –બાહ્યવૃત્તિમાં રમણતા છે ત્યાં સુધી આત્માને એયરૂપે ધારી શકાતો નથી, બાહાવૃત્તિના ઉછાળાથી કદી ખરી શાંતિ મળતી નથી. બાશ્રવૃત્તિયોથી કોઈને ત્રણ કાલમાં સુખ મળ્યું નથી અને કોઈને ત્રણ કાલમાં સુખ મળનાર નથી. બાહ્યાવૃત્તિયોથી આત્મિક સુખનું આચ્છાદન થાય છે. જેમ જેમ બાહ્યવૃત્તિઓનું જોર કમી થતું જાય છે, તેમ તેમ સહજસુખનું ભાન થતું જાય છે. બાહ્યનું પોતાનું નામ પાડેલું તે, તથા શરીરાદિકમાં અહંની ફુરણા, તેમજ બાહ્યપદાર્થોને પોતાના કપેલા, ઈત્યાદિ. માંથી ઇનિષ્ટપણાની બુદ્ધિ ટળી જાય છે તો પશ્ચાત્ બાહ્યવૃત્તિનો ઉદ્ભવ થતો નથી. બાહ્યના પદાર્થો સંબંધી અનેક વિકલપ સંકલ્પ પ્રગટે છે તેનું કારણ એ છે કે તે, પદાર્થોદ્વારા ઇષ્ટપણું અથવા અનિષ્ટપણે માની લીધેલું હેય છે. આત્મજ્ઞાનને પ્રાદુર્ભાવ થતાં બાહામાં જરા માત્ર પણ રાગદ્વેષની ફુરણા થતી નથી અને અખંડ આનંદની ઘેનમાં ઘેરાયેલો આત્મા રહે છે. માટે તાત્પયર્થ કે, બાહ્યવૃત્તિનો ત્યાગ કરીને આત્માજ ધ્યેયરૂપે ધારવો. વિવેકદ્રષ્ટિથી આત્માજ ધ્યેયરૂપે ભાસે છે. જગતમાં ખરેખર આત્મા સમાન કોઈ અન્ય જડ વસ્તુઓ નથી. અન્ય વસ્તુઓને ઉચ્ચ ક૯પવામાં આવે
For Private And Personal Use Only