________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ભાવાર્થ:–સર્વરોએ સર્વ પદાર્થોને જાણ આત્મામાંજ સુખનો નિશ્ચય કર્યો છે. આત્મા પણ તેઓના વચન પ્રમાણે નવતત્ત્વો વગેરે સર્વ ય પદાર્થોનું જ્ઞાન કરી છેવટ આત્મામાં જ સત્યમુખનો નિશ્ચય કરે છે. જડ શરીરની સાથે બાહ્ય ચંદનાદિ પદાર્થોનો સંબંધ કર્યો હોય તો પણ સુખનું જ્ઞાન થતું નથી. જડ પદાર્થોના ઝીણા સૂક્ષમ કકડા કરી કરીને તપાસ કરવામાં આવે તો પણ તેમાં સુખનો નિશ્ચય થતો નથી.
જ્યારે બાહ્યપદાર્થોમાં સુખ નથી એમ નિર્ણય થાય છે, ત્યારે સુખ ક્યાં રહે છે ? એવો પ્રશ્ન થાય છે. ઉત્તરમાં એમ જણાય છે વત્ર મારા તત્ર પુર્વમ્, જ્યાં આત્મા છે ત્યાં જ સુખ છે. જ્યાં આમાં નથી ત્યાં સુખ નથી. બાહ્ય ઈદ્રિયોમાં પણ સુખ નથી. કારણ કે જયારે મનમાં ક્રોધ, શોક વગેરેનો ઉદય થાય છે, ત્યારે ત્વચા અને ચક્ષ વગેરે ઇન્દ્રિયો સુખ આપવા સમર્થ થતી નથી. શરીરમાં પણ સુખ રહેતું નથી. કારણ કે જ્યારે શરીરમાં વર આવે છે ત્યારે શરીરમાં સુખ જણાતું નથી. જે શરીરને ધર્મજ સુખ હોત તો તે શરીરને છોડી ક્ષણમાત્ર પણ દર રહેતજ નહીં, પણ એમ દેખવામાં તથા અનુભવમાં આવતું નથી માટે શરીરનો ધર્મ સુખ નથી, એમ નિશ્ચય થાય છે. મનનો ધર્મ પણ સુખ છે એમ અનુભવ કરતાં જણાતું નથી; મનમાં કલેશ, ક્રોધ, ભય વગેરે ઉત્પન્ન થતાં સુખનું ભાન પણ રહેતું નથી, માટે મનનો સુખ ધર્મ કહી શકાય નહીં. આત્મજ્ઞાનથી ધ્યા કરતાં માલુમ પડે છે કે આત્માનો સુખગુણ છે, સદાકાળ તે આત્મામાં જ રહે છે, કવરણથી સુખગુણ ઢંકાયો રહે છે, જેમ જેમ મોહ વગેરે કર્યાવરણ ટળે છે તેમ તેમ આત્મામાં સુખગુણ ખીલવા માંડે છે અને ત્યારે આત્મા પોતે વાણીદ્વારા કહે છે કે, અહો ! કોઈ પણ બાહ્યપદાર્થના ઉપભોગવિના હું સુખમાં રહું છું. વનમાં પડી રહેલા નિરૂપાધિ દશાવાળા જ્ઞાનયોગીને આત્માનું જે સુખ હોય છે તેનું સ્વરૂપ તેજ જાણવા માટે સમર્થ થાય છે. જ્યાં સુધી પોતાના આત્મામાં તેનું સુખ પ્રગટયું નથી, ત્યાં સુધી સહજ સુખનો નિશ્ચય સ્વયમેવ કરી શકાતો નથી. આત્માના સુખગુણને નિશ્ચય કરાવનાર જ્ઞાન છે. જ્ઞાનમાં સુખગુણનો ભાસ થાય છે. તેમજ જ્ઞાની પુરુષ, સહજસુખને અધિકારી બની શકે છે. જ્ઞાનદશા થતાં બાહ્યપદાર્થોમાં જરા માત્ર સુખ ભાસતું નથી અને તે જ વખતે આત્મા પોતે જ પોતાને કહે છે કે, અરે ચેતન ! તું બાહ્યપદાર્થોમાં કેમ દોડે છે? ઝાંઝવાના જલની પેઠે બાહ્યપદાથથી કદી સુખની આશા રાખી શકાય તેમ નથી, માટે પોતાના સ્વરૂપમાંજ સુખ રહ્યું છે, એમ જાણી હવે તું શાંત થા. બાહ્ય જડપદાથોમાં ગમે તેટલી સુખબુદ્ધિ રાખવામાં આવે પણ અને ઇન્દ્રજાળની પડ કઈ પણ ગુખ હાથમાં આવનાર નથી. આત્માનું સુખ ખરેખર આત્મામાંજ છે; મહાગિયો અને તીય
For Private And Personal Use Only