________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) શ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એ નવ તત્ત્વોનું ચાર નિક્ષેપ અને સાત નથી સ્વરૂપ જાણવું જોઈએ. નિક્ષેપ અને નયપૂર્વક, તત્ત્વોનું સ્વરૂપ જાણતાં પશ્ચાત્ સત્ય વિવેક ઉત્પન્ન થાય છે. વિવેકથી અમુક તત્ત્વ ગ્રાહ્ય છે અને અમુક તત્ત્વ અગ્રાહ્ય છે, એમ ખાસ જણાઈ આવે છે. સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વ વિશેષતઃ ગ્રાહ્ય છે. વ્યવહારનયથી પુણ્યતત્ત્વ આદેય છે. સર્વ તત્ત્વોમાં પણ આ પ્રમાણે હેય, રેય અને ઉપાદેયનો વિવેક કરવો. ધર્માસ્તિકાયાદિ પદ્રવ્યમાં નવ તત્ત્વનો સમાવેશ થાય છે, ચાર નિક્ષેપા અને સાત નથી પડદ્રવ્યોનું સ્વરૂપ સમજવું જોઈએ. પત્રવ્યોનું વિશેષ સ્વરૂપ જેવું હોય તો માત્ર પુત્રવાર અને આમપ્રકાશ ગ્રંથ જોઈ લેવો. તત્વાર્થસૂત્ર વગેરેથી નવ તત્ત્વોનું વિશેષતઃ સ્વરૂપ અવબોધવું.
સર્વ તત્ત્વોમાં આમતત્વની ઉપાદેયતા મુખ્યતઃ છે, આત્માનું પૂર્ણ સ્વરૂપ સમજ્યાથી આત્મતત્ત્વની શ્રદ્ધા થાય છે. આમાનું વિશેષતઃ સ્વરૂપ સમજવાને માટે અધ્યાત્મતત્ત્વજ્ઞાનના અનેક ગ્રન્થો વાંચીને તેનું મનન કરવું જોઈએ. અધ્યાત્મશાસ્ત્રોનું વાંચન કરીને પણ મનન કરવાની ખાસ આવશ્યકતા છે. તવોનું જ્ઞાન કરીને જે શ્રદ્ધા ધારણ કરે છે તે ખરેખર ધમિશાસ્ત્રમાં વિશારદ થાય છે અને એવા શાસ્ત્રવિશારદો આમતવના ગુણોનો પ્રકાશ કરવા સમર્થ થાય છે. આત્મા પોતે સર્વ તત્ત્વને જ્ઞાતા થાય છે, અનંત રેય પદાર્થો, જ્ઞાનમાં પ્રતિભાસે છે. આત્માની અનન્ત શક્તિો પણ આત્મામાં રહી છે અને તે અનન્તશક્તિયોનો પ્રકાશ પોતાના સામર્થ્યથી આત્મા કરે છે. આમા, તરવજ્ઞાન પામે તે હેય રેય અને ઉપાદેયને સમજી, પોતાનું સ્વરૂપ પોતાની મેળે શોધી લે છે, એમ દરેક મનુષ્યોને અનુભવથી જણાઈ આવશે. સર્વ કથનનો સારાંશ એ નીકળે છે કે, સર્વ તત્ત્વોનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. સર્વ તત્તનું જ્ઞાન થતાં ખરું સુખ શોધવાનો નિશ્ચય થાય છે
અને તે આત્મામાં જ છે એમ અનુભવ થાય છે તેથી આત્મા પિતાને જ ઉપદેશ આપી સત્ય વિવેક પ્રગટાવે છે તે પ્રસંગોપાત્તથી જણાવે છે.
સ્ટોક सुखमात्मनि विज्ञेयं, जडेषु नास्ति किञ्चन । मृगतृष्णेव बाह्येषु, कुतो मिथ्या प्रधावसि ॥ ७५ ॥
શદાથે-સુખ આત્મામાં જ જાણવું યોગ્ય છે. જડ પદાર્થોમાં જરા માત્ર પણ રાખ નથી, માટે હે ચેતન ! કેટ કેમ બાહ્યપદાર્થોમાં દોડે છે ?
For Private And Personal Use Only